શું હવે કેજરીવાલનો જેલ જવાનો વારો આવ્યો, જાણો શું થયું?

PC: millenniumpost.in

દિલ્હીની આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં હવે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રીને CBI એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવી ચૂકી છે. આ સમન્સ એવા સમયે આવ્યા છે, જ્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન કોર્ટે મનીષ સિસોદિયાને મોટો ઝટકો આપતા માન્યું કે, તપાસ એજન્સીઓએ 338 કરોડ રૂપિયાની લેવડ-દેવડને અસ્થાયી રૂપે સાબિત કરી છે.

આમ આદમી પાર્ટી (AAP)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવી કે, આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાનું જ કેન્દ્ર સરકારનું ઉદ્દેશ્ય છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માગે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળેલા આ સમન્સ પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની EDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ બોલાવ્યા છે. સ્પષ્ટ છે કે ભાજપ કોઈ પણ કિમત પર AAPને કચડવા માગે છે. તેઓ અરવિંદ કેજરીવાલને નકલી કેસમાં ધરપકડ કરવા અને AAPને કચડવા માગે છે.

કેજરીવાલને મળેલા સમન્સ પર દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આજે દિલ્હીવાસીઓના જીવનમાં દશેરાનો દિવસ છે, જ્યારે સત્યની જીત થઈ છે અને જલદી જ દિલ્હીને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટ શાસનથી મુક્તિ મળશે. તેમણે કેજરીવાલને આપવામાં આવેલા EDના સમન્સનું સ્વાગત કર્યું છે અને કહ્યું કે, આ સત્યના વિજયનો દિવસ છે. આજે જ્યારે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી, તો તેનાથી ભાજપના આબકારીનીતિ કૌભાંડના આરોપ સાચા સાબિત થઈ ગયા અને કેજરીવાલને EDના સમન્સ, કેજરીવાલ ટીમના જેલ જવા સાથે જ ભ્રષ્ટાચારની ગાથાને અંજામ સુધી લઈ જવાનું અંતિમ પગલું.

શું હતી આબકારીનીતિ?

22 માર્ચ 2021ના રોજ મનીષ સિસોદિયાએ નવી આબકારીનીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021ના રોજ નવી આબકારીનીતિ એટલે કે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગૂ કરી દેવામાં આવી. નવી નીતિ આવ્યા બાદ સરકાર દારૂના બિઝનેસથી બહાર આવી ગઈ અને તમામ દારૂની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા રાજ સમાપ્ત થઈ જશે અને સરકારની આવક વધશે. જો કે, નવી નીતિ શરૂ થતા જ વિવાદોમાં રહી. જ્યારે હોબાળો વધારે વધી ગયો તો 28 જુલાઇ 2022ના રોજ સરકારે નવી આબકારીનીતિ રદ્દ કરીને જૂની પોલિસી લાગૂ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp