કોંગ્રેસ નેતા અહેમદ પટેલને ત્યાં પહોંચી EDની ટીમ

PC: dnaindia.com

EDની એક ટીમ સંદેસારા કૌભાંડ મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ત્યાં પૂછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી છે. એજન્સીએ તેમને પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા, પણ તેમણે કહ્યું હતું કે તે સીનિયર સિટીઝન છે અને કોવિડ ગાઈડલાઈનને કારણે પૂછપરછ માટે આવી શકે નહીં. સંદેસારા ભાઈઓએ ભારતીય બેંકોને નીરવ મોદીની તુલનામાં સૌથી વધારે ચૂનો લગાવ્યો છે. આ દાવો EDનો છે. આ કેન્દ્રીય એજન્સીના સૂત્રોનું કહેવું છે કે, તપાસમાં SBL/સંદેસારા ગ્રુપ અને તેમના મુખ્ય પ્રમોટરો, નિતિન સંદેસારા, ચેતન સંદેસારા અને દીપ્તિ સંદેસારાએ ભારતીય બેંકોની સાથે લગભગ 14500 કરોડ રૂપિયાની છેતરપીંડિ કરી છે. જ્યારે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકના 11400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે.

CBIએ 5383 કરોડ રૂપિયાના બેંક ફ્રોડના આરોપમાં કંપની અને તેમના પ્રમોટરની સામે ઓક્ટોબર 2017માં કેસ દાખલ કર્યો હતો. ત્યાર પછી EDએ પણ કેસ દાખલ કર્યો. તપાસ દરમિયાન જાણ થઈ કે સંદેસારા ગ્રુપના વિદેશોમાં સ્થિત કંપનીઓએ ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી  9 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી.

તપાસ અધિકારીએ કહ્યું કે, SBL ગ્રુપ ભારતીય બેંકો પાસેથી રૂપિયાની સાથે સાથે વિદેશી મુદ્રામાં પણ લોન લીધી હતી. ગ્રુપને આંધ્ર બેંક, યૂકો બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલાહાબાદ બેંક અને BOIની આગેવાની વાળી બેંકોના કંસોર્શિયમે લોન પાસ કરી.

તપાસ દરમિયાન એ જાણ થઈ કે, લોનથી મળેલી રકમનો અનુમતિથી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો અને અમુક રકમને ખોટી રીતે દેશી-વિદેશી સંસ્થા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા. મુખ્ય પ્રમોટરે દેવાની રકમ ન માત્ર નાઈજીરિયામાં પોતાના તેલના વેપારમાં લગાવી બલ્કે તેનો ઉપયોગ અંગત હેતુઓ માટે પણ કર્યો. EDએ 27 જૂને એસબીએલ/સંદેસારા ગ્રુપના 9778 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી હતી.

સ્ટર્લિંગ ગ્રુપના એક ડાયરેક્ટરે પૂછપરછમાં અહેમદ પટેલ અને તેમના જમાઇ પર સવાલ ઊભા કર્યા હતા. આરોપ હતો કે, જમાઇ ઈરફાન સિદ્દકીને સંદેસારા ભાઈઓ લાંચ તરીકે મોટી રકમ આપતા હતા. કહેવામાં આવ્યું છે કે, સંદેસારા અને ગગન ધવન ઘણીવાર પટેલના જમાઇના ઘરે રૂપિયાથી ભરેલા બેગ લઈને જતા હતા. ચેતન સંદેસારા ઘણીવાર અહેમદ પટેલના સરકારી આવાસ જયા કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp