દલિત ખેડૂતો પર EDએ કેમ કરી દીધો હતો મની લોન્ડ્રિંગનો કેસ, જેના પર છેડાયો વિવાદ

PC: indianexpress.com

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તામિલનાડુના 2 દલિત ખેડૂતોને આપેલા સમન્સ વિરુદ્ધ આક્રોશ બાદ મની લોન્ડ્રિંગના કેસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 જુલાઇ 2023ના રોજ 72 વર્ષીય ખડૂત અને તેના 67 વર્ષીય ભાઈને સમન્સ પાઠવવામા આવ્યા હતા, પરંતુ હવે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ રાજનીતિક પાર્ટીઓ સાથે સાથે જનતા પણ કરી રહી હતી.

શું હતો મામલો:

એસ. કન્નૈયન અને તેના ભાઈ એસ. કૃષ્ણને પોતાના ખેતરની ચારેય તરફ બિનધિકૃત વીજળીની વાડ લગાવી હતી. તેના કારણે બે ભારતીય બાઈસનના મોત થઈ ગયા હતા. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972ની કલમ 2(16), 2(36) અને કલમ 51(1) સાથે કલમ 9 હેઠળ વર્ષ 2017માં FIR નોંધવામાં આવી હતી. એક ટ્રાયલ કોર્ટે 28 ડિસેમ્બર 2021ના રોક ખેડૂત કૃષ્ણન અને કન્નૈયન બંનેને મુક્ત કરી દીધા હતા. જો કે, EDએ મુક્ત થયા બાદ પણ FIR સંજ્ઞાનમાં લીધી અને ઘટનાના સંબંધમાં તામિલનાડુ વન વિભાગના એક પત્રના આધાર પર માર્ચ 2022માં ધન શોધન નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી હતી.

વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે 5 જુલાઇ 2023ના રોજ જાહેર કરવામાં આવેલું જૂનું સમન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યું. તામિલનાડુમાં રાજનીતિક પાર્ટીઓ અને એક્ટિવિસ્ટ્સે ED દ્વારા સમન્સ અને ECIR બંનેમાં બે ખેડૂતોની જાતિ બતાવવા પર વિશેષ આપત્તિ દર્શાવી, જે એક FIR બરાબર છે. જો કે, EDએ જાતિને એક ટાઈપો બતાવી હતી, પરંતુ વિરોધ વધતો રહ્યો.

ખેડૂતોના વકીલે દાવો કર્યો કે, EDની કાર્યવાહી તેમના ક્લાઈન્ટ પર દબાવ નાખવાનો એક પ્રયાસ હતો, જે સ્થાનિક ભાજપના નેતા જી. ગુણશેખર સાથે એક અલગ કાયદાકીય લડાઈમાં ગુંચવાયેલા છે. તેમણે ન માત્ર EDની મંછા પર સવાલ ઉઠાવ્યા, પરંતું કેસને સંભાળવાની EDની રીત પર પણ અસંતોષ વ્યક્ત કરતા ED અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી. તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે તામિલનાડુ પોલીસ ED અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે અને તેમની ધરપકડ કરે. અમે પહેલા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp