આ રાજ્યની સરકારે ગણેશ પૂજા માટે બદલી ઇદ-એ-મિલાદની તારીખ, જણાવ્યું કારણ

PC: hindustantimes.com

મહારાષ્ટ્ર સરકારે ઇદ-એ-મિલાદની રજાને 16 સપ્ટેમ્બરથી શિફ્ટ કરીને 18 સપ્ટેમ્બરે કરી દીધી છે. સત્તાવાર નિવેદન મુજબ મુસ્લિમ સમુદાયે 16 સપ્ટેમ્બરની જગ્યાએ 18 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું જુલૂસ કાઢવાનો નિર્ણય લીધો છે. 17 સપ્ટેમ્બરે અનંત ચૌદશ પણ છે. એ ગણેશ પૂજાનો અંતિમ દિવસ છે. એવામાં વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક કલેક્ટર અલગ અલગ જિલ્લાઓમાં ઇદ-એ-મિલાદની રજા ત્યાંની સ્થિતિ મુજબ રીશેડ્યૂલ કરી શકે છે.

રવિવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નસીમ ખાને મુખ્યમંત્રી એકનાથ શિંદેને કહ્યું હતું કે 16 સપ્ટેમ્બરની જગ્યાએ 18 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદની રજા જાહેર કરવામાં આવે. અનંત ચૌદશ 17 સપ્ટેમ્બરે છે. એવામાં મુસ્લિમ સમુદાયના લોકોએ નિર્ણય લીધો છે કે ઇદ-એ-મિલાદનું જુલૂસ 18 સપ્ટેમ્બરે નીકળશે. એવામાં બંને જ તહેવાર શાંતિપૂર્ણ રીતે માનવી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગણપતિ મહોત્સવનો છેલ્લો દિવસ 17 સપ્ટેમ્બરે છે. તો આ વખત ઇદ-એ-મિલાદ 16 સપ્ટેમ્બરે પડી રહી છે.

સરકાર તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી 24 જાહેર રજામાં ઇદ-એ-મિલાદ એક રજા છે. તે 16 સપ્ટેમ્બર એટલે કે સોમવારે આવે છે. ઇદ-એ-મિલાદ મુસ્લિમોનો એક ધાર્મિક તહેવાર છે. એટલે તેને મોટા પ્રમાણમાં મુસ્લિમ માને છે. આ અવસર પર એક મોટું જુલૂસ કાઢવામાં આવે છે. મંગળવાર (17 સપ્ટેમ્બર)ના રોજ હિન્દુ તહેવાર અનંત ચૌદશ છે. બંને સમુદાયોમાં શાંતિ બનાવી રાખવા માટે મુસ્લિમ સમુદાયે નિર્ણય લીધો છે કે તેઓ આ જુલૂસ સોમવારની જગ્યાએ 18 સપ્ટેમ્બર એટલે કે બુધવારે કાઢશે એટલે ઇદ-એ-મિલાદ માટે જાહેર રજા 16 સપ્ટેમ્બર સોમવારની જગ્યાએ 18 સપ્ટેમ્બર બુધવારે આપવામાં આવશે.

નોટિફિકેશનમાં આગળ કહેવામાં આવ્યું છે કે મુંબઇ સિટી બહાર અને મુંબઇ ઉપનગરમાં જિલ્લા કલેક્ટરો પાસે એ અધિકાર છે કે ઇદ-એ-મિલાદની મંજૂરી 16 સપ્ટેમ્બર કે 18 સપ્ટેમ્બર કરવાની મંજૂરી આપે. નોટિફિકેશન મુજબ આ બદલાવ એટલે કરવામાં આવ્યો છે કે એક જ દિવસે 2 તહેવાર પડવા પર સમાજમાં શાંતિ અને ભાઇચારો કાયમ કરી શકાય. બીજી વખત મુસ્લિમ સમુદાયના લોકોએ પોતે આગળ આવીને સાંપ્રદાયિક સૌહાર્દનું ધ્યાન રાખતા ઇદ-એ-મિલાદની રજાને શિફ્ટ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. નવી મુંબઇમાં ઇદ-એ-મિલાદનું જુલૂસ તુરભાથી શરૂ થઇને વાશી થઇને ઘનસોલી દરગાહ સુધી જાય છે. મુસ્લિમ પયગમ્બર મોહમ્મદની જયંતીના રૂપમાં ઇદ-એ-મિલાદ મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp