અયોગ્ય સાબિત થાત તો પણ એકનાથ શિંદેને નથી જોખમ, જાણો શું છે ભાજપનો પ્લાન-B

PC: timesnownews.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના ધારાસભ્યોની અયોગ્યતા પર થનારો નિર્ણય આવી ગયો છે અને સ્પીકરે શિંદે જુથની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે,પરંતુ જો શિંદે જુથના વિરુદ્ધમાં નિર્ણય આવ્યો હોત તો શું થાત, તેના પર નિર્ણય આવતા પહેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમની પાસે પૂર્ણ બહુમત છે અને આશા છે કે નિર્ણય તેમના પક્ષમાં આવશે. એટલું જ નહીં જો નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં ન આવ્યો હોત તો પણ તેમની ખુરશીને કોઈ જોખમ નહોતું. તેના માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્લાન-B તૈયાર કર્યો હતો. શિંદે સરકારના પ્લાન-B મુજબ એકનાથ શિંદે અયોગ્ય સાબિત થાય છે તો વિધાન પરિષદના સભ્ય બનાવી દેવામાં આવતે, જેથી તેઓ ધારાસભ્ય બન્યા રહે અને MLCની ખુરશીથી પાછા સરકારમાં આવી જાય.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપ (UBT)એ સ્પીકરના નિષ્પક્ષ નિર્ણય પર સવાલ ઉઠાવતા ફરી એક વખત કોર્ટનું શરણ લીધું છે. ઉદ્ધવ ઠાકરેનો આરોપ છે કે નિર્ણય અગાઉ જ સ્પીકર અને મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી. આ મુલાકાત નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. જો કે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે આ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત રાજ્યમાં વિકાસ કાર્યોને લઈને હતી. એકનાથ શિંદેનું કહેવું છે કે શિવસેના, ભાજપ અને NCP (અજીત પવાર) સહિત તેમની પાસે બહુમત 145 કરતા વધુ સીટ છે. એટલે સરકારને કોઈ જોખમ નથી.

288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 3 પાર્ટીઓને મળાવીને એકનાથ શિંદે સરકાર પાસે 200 કરતા વધુ સીટ છે. એકનાથ શિંદેનું કહેવું છે કે તેમની પાર્ટી જ અસલી શિવસેના છે. ચૂંટણી પંચે પણ તેમને જ શિવસેનાનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. બીજી તરફ નિર્ણય સંભળાવવા અગાઉ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નોર્વેકરે કહ્યું કે અપાત્રતાની અરજી પર સુનાવણી પૂરી થઈ ચૂકી છે. તેના પર નિર્ણય સંભળાવવામાં આવશે. નિર્ણય કાયદામાં જે પ્રાવધાન છે, સુપ્રીમ કોર્ટે જે સિદ્ધાંત સ્થાપિત કાર્ય છે, તેના આધાર પર જ લેવામાં આવશે.

આ ધારાસભ્યો પર સંકટ:

ઉદ્ધવ ઠાકરે ગ્રુપે એકનાથ શિંદે ગ્રુપના જે ધારાસભ્યોની યોગ્યતાને લઈને કોર્ટનું શરણ લીધું હતું, તેમાં પોતે મુખ્યમંત્રી એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપન ભુમરે, તાનાજી સાવંત, યામિની જાધવ, મહેશ શિંદે, બાલાજી કલ્યાણકર, રમેશ બોરનારે સહિત 16 ધારાસભ્ય સામેલ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત:

288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત મત 145 સીટોની જરૂરિયાત હોય છે. વર્તમાન શિંદે સરકાર પાસે 211 ધારાસભ્યોનું સમર્થન છે. તેમાંથી 106 ભાજપના છે. પોતે શિંદે ગ્રુપવાળી શિવસેનાના 44 ધારાસભ્ય, અજીત પવાર ગ્રુપવાળી NCPના 40 ધારાસભ્ય છે અને 21 અન્ય ધારાસભ્યોનું સમર્થન સરકારને મળ્યું છે. વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. ઉદ્ધવ ગ્રુપવાળી શિવસેના પાસે 12 ધારાસભ્ય છે. શરદ પવાર ગ્રુપવાળી NCPના 13 ધારાસભ્ય અને 8 અપક્ષ ધારાસભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp