આરામથી નહીં બેસું..’ હવે આ દરગાહમાં મંદિર હોવાનો દાવો, CM શિંદેએ કહ્યું-જલદી...

PC: indianexpress.com

હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત હાજી મલંગ દરગાહ પર મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલો રાજનીતિક રૂપ લેવા લાગ્યો છે. આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ કૂદી પડ્યા છે. તેમણે હાજી મલંગ દરગાહને મુક્ત કરવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે હાજી મલંગ દરગાહ એક એવી જગ્યા છે જેના પર હિન્દુ અને મુસ્લિમ બંને દાવો કરે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મલંગગઢ બાબતે બધાની ભાવના મને ખબર છે. થોડા વર્ષ અગાઉ ધર્મવીર આનંદ દિધે સાહેબે મલંગ ગડમુક્તિ આંદોલન શરૂ કર્યું અને હવે આપણે બધા જય મલંગ શ્રી મલંગ કહેવા લાગ્યા. મને એ વાતની ખુશી છે અને તેના માટે આપણે બધા જાણીએ છીએ.

કેટલીક વાતો આપણે સાર્વજનિક રૂપે નહીં કહી શકીએ, પરંતુ તમારી ભાવના મલંગગાડ મુક્તિની છે. તેને પૂરી કર્યા વિના આ એકનાથ આરામથી નહીં બેસે. તેના માટે હું તમને કહી દઉં કે જે કઇ આ મહારાષ્ટ્રમાં કેટલાક વર્ષોમાં થયું નથી એ બધુ મેં કરી દેખાડ્યું છે. આ હાજી મલંગ દરગાહ મલંગગાડ પશ્ચિમ ઘાટની પ્રકૃતિ સાથે સમૃદ્ધ સહ્યાદ્રી પર્વતમાળા પર થાણે-રાયગઢ બેલ્ટમાં ફેલાયેલી માથેરાન પર્વતમાળા પર સ્થિત છે.

મધ્ય રેલવે માર્ગ સાથે સાથે થાણે જિલ્લાના કલ્યાણથી આ પર્વત પર પહોંચી શકાય છે. અહી સૂફી સંત હાજી અબ્દ અલ રહમાનની દરગાહ છે, જેને હાજી મલંગ બાબાના નામથી ઓળખવામાં આવે છે. ઘણા દક્ષિણાપંથી ગ્રુપ તેને નાથ પંથના નવનાથના અવતાર શ્રી મંછિન્દ્રનાથનું મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ લગભગ 800 વર્ષ જૂની છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં દરગાહનો વાર્ષિક ઉર્સ આયોજિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શિંદેના ગુરુ સ્વ. ધર્મવીર આનંદ દિધેએ 80ના દશકમાં માઘ પૂર્ણિમાના અવસર પર પર્વત પર પૂજા કરવાની પ્રથા શરૂ કરી હતી.

શિંદેએ એક વખત ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે મંગળવારે મલંગગાડ હરિનામ મહોત્સવમાં એક સભાને સંબોધિત કરતા તેમણે આ સ્થળને મુક્ત કરવાની વાત કહી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મલંગ-ગાડની મુક્તિ બાબતે તમારી ગાઢ માન્યતાઓથી અવગત છું. કહેવા દો.. એકનાથ શિંદે ત્યાં સુધી ચૂપ નહીં બેસે જ્યાં સુધી તેઓ તમારી ઈચ્છાઓ પૂરી નહીં કરી દે. શિંદેએ મંગળવારે સોમવારે કહ્યું આનંદ દિધેએ ‘જય મલંગ, શ્રી મલંગ’ના નારા સાથે મુક્તિ આંદોલન શરૂ કર્યું. હું લોકોની ભાવનાઓથી અવગત છું.

એકનાથ શિંદેના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 300 વર્ષથી બનેલી દરગાહને બદલી દેશે. તમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છો. તમે આ પ્રકારની વાત કરી રહ્યા છીએ. આટલા વર્ષોથી એ દરગાહ છે. મુખ્યમંત્રી રહેતા આ પ્રકારનો બકવાસ કરી રહ્યા છો કેમ કે બાબરી પર જજમેન્ટ આવ્યું છે ત્યારબાદ તેમના હોસલા વધી ગયા છે. શિંદેના કોપરી પચપખાડીથી ધારાસભ્ય છે. તો તેમના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે કલ્યાણથી સાંસદ છે. મલંગગાડ પર, થાણે જિલ્લાની સત્તાવાર વેબસાઇટ કહે છે કે હાજી મલંગગાડ થાણે જિલ્લામાં કલ્યાણથી લગભગ 15 કિમી દૂર કિલ્લો છે. આ ધાર્મિક સ્થળ છે જેને શ્રી મલંગ કે હાજી મલંગના નામથી ઓળખવામાં આવે છે. શિલાહાર રાજાએ મલંગ ગઢનો કિલ્લો બનાવ્યો. તેને કિલ્લા પર મંછિન્દ્રનાથનું પ્રાચીન મંદિર છે કિલ્લા પર એક ખૂબ ઊચો પર્વત છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp