Video: કરંટથી તડપી રહેલા બાળકને જોતા રહ્યા લોકો, વૃદ્ધે આ રીતે બચાવ્યો

PC: freepressjournal.com

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક માસૂમ બાળક રસ્તા પર વરસાદના પાણીના ભરાવાને કારણે તેમાં પડી ગયો. તે પાણીમાં કરંટ હતો. જેને લીધે તે તડપી રહ્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધની સમજણ અને હિંમતે બાળકનો જીવ બચાવી લીધો. ઘટના સમયે ત્યાં મોજૂદ લોકો માત્ર તમાશો જોતા રહ્યા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. લોકો વૃદ્ધની પ્રશંસા કરી રહ્યા છે.

જાણકારી અનુસાર, આ ઘટના વારાણસીના હબીબપુરા વિસ્તારની છે. આ ઘટનાથી જોડાયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયું હતું. તે જગ્યાએ વીજ થાંભલો પણ હતો, જેમાં કરંટ આવી ગયો. ત્યાં એક બાળક કરંટના શકંજામાં આવી ગયો અને પાણીમાં પડી ગયો. તે દરમિયાન રસ્તા પરથી સવારીઓને લઇ જતી એક ઈ-રિક્ષા ત્યાંથી પસાર થઇ.

લોકોએ બાળકને કરંટની તડપતા જોયો તો રિક્ષા ઊભી રાખી. બાળકને તડપતા જોઇ એક વૃદ્ધ આગળ આવ્યા અને બાળકને બચાવવાની કોશિશ કરવા લાગ્યા. પણ તેમને પણ કરંટના ઝટકા લાગ્યા. જેથી તે પાછળ હટી ગયા. આ દરમિયાન અન્ય એક વૃદ્ધે રસ્તા પર ટ્રાફિક રોકવા માટે હાથથી ઈશારો કર્યો. ત્યાર પછી તે વૃદ્ધે એક વ્યક્તિ પાસેથી દંડો માગ્યો અને પછી ફરીવાર દંડાની મદદથી બાળકને બચાવવાની કોશિશ કરી.

વૃદ્ધે દંડાના માધ્યમે બાળકને ખેંચી લીધો. ત્યારે જઇ માસૂમનું જીવન બચી ગયું. પહેલા તો વૃદ્ધે દંડો બાળક તરફ મોકલ્યો પણ માસૂમ તેને મજબૂતીથી પકડી શક્યો નહીં. વૃદ્ધે ફરી એકવાર દંડાને બાળક તરફ વધાર્યો અને તેણે દંડો હાથથી પકડી લીધો. ત્યાર બાદ વૃદ્ધે બાળકને પોતાની તરફ ખેંચી લીધો અને બાળકનો જીવ બચાવી લીધો.

આ આખી ઘટના દરમિયાન જ્યારે બાળક પાણીમાં કરંટથી ઝઝૂમી રહ્યો હતો ત્યારે આસપાસના લોકો તમાશો જોઇ રહ્યા હતા. વૃદ્ધ સિવાય કોઇપણ વ્યક્તિ બાળકને બચાવવા આવ્યું નહીં. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો વૃદ્ધની સમજણ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp