ચૂંટણીએ બીમારી વધારી! ડ્યૂટી ટાળવા અજીબ બહાના, 7 દિવસમાં 500થી વધુ અરજીઓ આવી

PC: livehindustan.com

દેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણીની જાહેરાત સાથે જ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, તો સરકારી કર્મચારીઓના ચહેરા પર નિરાશા પણ જોવા મળી રહી છે. આ નિરાશા એટલા માટે છે, કારણ કે તેમને ચૂંટણીની ફરજ બજાવવી પડશે અને આ ફરજ ટાળવા માટે કર્મચારીઓએ તેમની નાદુરસ્ત તબિયત દર્શાવવાનું શરૂ કર્યું છે. ઝારખંડની વાત કરીએ તો એકલા રાંચીમાં જ બગડતી તબિયતને કારણે લગભગ 500 કર્મચારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરી છે.

આ અરજીઓની તપાસ કરવા માટે જિલ્લા એપ્રોપ્રિયેટ ઓથોરિટીએ પણ જિલ્લા સિવિલ સર્જનને સ્પેશિયલ ટીમ બનાવી તપાસ કરવા આદેશ કર્યો છે. રાંચીના સિવિલ સર્જને 21 માર્ચે જ મેડિકલ ટીમની રચના કરી હતી. ટીમની રચના બાદ પ્રથમ 7 દિવસમાં 500 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી કેટલીક અરજીઓ ગંભીર બીમારીને લગતી હતી અને કેટલાક લોકો BP અને સુગરની સમસ્યાનો ઉલ્લેખ કરીને ચૂંટણી ફરજમાંથી રજા લેવા માંગતા હતા. રાંચીના સિવિલ સર્જન પ્રભાત કુમારનું કહેવું છે કે, જે પણ અરજીઓ મળી છે, મેડિકલ બોર્ડની ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ મેડિકલ બોર્ડમાં તમામ પ્રકારના ડોકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાડકાને લગતી તકલીફો માટે ઓર્થોપેડિક તબીબો છે અને કેન્સર જેવા ગંભીર રોગો માટે બોર્ડમાં ખાસ ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે. તબીબના જણાવ્યા મુજબ ગંભીર રોગોથી પીડિત દર્દીઓને લાભ મળી શકે તે માટે આ બોર્ડ ખાસ બનાવવામાં આવ્યા છે. ડાયાલિસિસની સમસ્યાથી પીડાતા અનેક કર્મચારીઓ એવા છે કે, જેમને દર અઠવાડિયે ડાયાલિસિસ કરાવવું પડે છે. જો આવા દર્દીને ચૂંટણીની ફરજ બજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો આવા દર્દીને મેડિકલ બોર્ડની સલાહ પછી રજા આપી શકાય છે.

નવાડીહથી ચૂંટણી ફરજમાંથી બાકાત રાખવા માટે આવેદન લઈને આવેલા સરકારી શાળાના ક્લાર્કનું કહેવું છે કે, ઘણા કર્મચારીઓ એવા છે, જેઓ ચૂંટણીની ફરજ ટાળવા બીમારીનું બહાનું બનાવે છે. સરકારી ક્લાર્કનું કહેવું છે કે, જો તમામ કર્મચારીઓએ સાચું લખ્યું હોત તો કદાચ આ તપાસ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોત, પરંતુ બધા જાણે છે કે, કેટલાક કર્મચારીઓ એવા છે જેઓ બીમારીનું બહાનું કરીને રજા લેવા માગે છે. આ કારણોસર આ તપાસ પ્રક્રિયા રાખવામાં આવે છે.

રજા માટે આવેલા એક કર્મચારીએ જણાવ્યું કે, તે હૃદયની બિમારીથી પીડિત છે. ગયા વર્ષે જ સ્ટંટ લગાવ્યો હતો, જેના કારણે તેને પોતાની ફરજ બજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે પોતે રજા માટે અરજી કરવા આવ્યો છે. અહીં, રાંચી જિલ્લા વિસ્તારમાં 500થી વધુ અરજીઓ મળ્યા પછી, હવે જોવાનું રહેશે કે, કેટલા કર્મચારીઓને રજા મળે છે અને કેટલાને ફરજ પર મૂકવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp