ચૂંટણી બોન્ડના ડેટા માટે SBIએ 4 મહિનાનો સમય માગ્યો, SCએ કહ્યું કાલ સુધીમાં આપો

PC: news18.com

ઇલેક્ટોરલ બોન્ડની સુનાવણી દરમિયાન  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે SBIને કાલ (12 માર્ચ) સુધીમાં તમામ ડિટેલ આપવાનો આદેશ આપ્યો છે. ઇલેક્ટોરલ બોન્ડ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન SBI તરફથી રજૂ થયેલા વકીલ હરીશ સાલ્વેએ ઇલેક્ટોરલ બોન્ડની જાણકારી આપવા માટે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું કે, કોર્ટે SBIને બોન્ડ ખરીદીની જાણકરી આપવાના નિર્દેશ આપ્યા છે, જેમાં ખરીદદારો સાથે સાથે બોન્ડની કિંમત જેવી જાણકારી સામેલ છે.

એ સિવાય રાજનીતિક પાર્ટીઓના વિવરણ, પાર્ટીઓને કેટલા બોન્ડ મળ્યા, એ પણ જાણકારી આપવાની છે, પરંતુ સમસ્યા એ છે કે જાણકારી કાઢવા માટે એક આખી પ્રક્રિયાને પલટવી પડશે. ઉલ્લેખનીય છે કે, SOP હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે બોન્ડના ખરીદદાર અને બોન્ડની જાણકારી વચ્ચે કોઈ સંબંધ ન રાખવામાં આવે. અમને એમ કહેવામાં આવ્યું હતું કે, તેને ગુપ્ત રાખવાનું છે. બોન્ડ ખરીદનારનું નામ અને ખરીદવાની તારીખ કોડ કરવામાં આવી છે, જેને ડીકોડ કરવામાં સમય લાગશે.

SBIની અરજી વાંચતા CJIએ કહ્યું કે, અરજીમાં તમે (SBI)એ કહ્યું છે કે બધી જાણકારી સીલ કરીને SBIની મુંબઈ મુખ્ય બ્રાન્ચને મોકલી દીધી છે. મુખ્ય બ્રાન્ચમાં ચૂકવણીની પરચીઓ પણ મોકલવામાં આવી છે એટલે કે બંને વિવરણ મુંબઇમાં જ છે, પરંતુ અમે જાણકારી મેળવવાના નિર્દેશ આપ્યા નહોતા. અમે તો માત્ર એ ઇચ્છતા હતા કે SBI ડોનર્સની સ્પષ્ટ જાણકારી આપે. CJIએ પૂછ્યું કે, તેઓ નિર્ણયનું અનુપાલન કેમ કરી રહી નથી. FAQમાં પણ દેખાડવામાં આવ્યું છે કે દરેક ખરીદી માટે એક અલગ KYC છે.

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, બધા વિવરણ સીલબંધ કવરમાં છે અને તમારે (SBI) માત્ર સીલબંધ કવર ખોલીને વિવરણ આપવાનું છે. SBI તરફથી રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યું કે, બોન્ડ ખરીદવાની તારીખ સાથે બોન્ડનો નંબર અને તેનું વિવરણ પણ આપવું પડશે. તેના પર CJIએ કહ્યું કે, 15 ફેબ્રુઆરીએ નિર્ણય સંભળવવામાં આવ્યો હતો અને આજે 11 માર્ચ થઈ ગઈ છે. અત્યાર સુધી નિર્ણયનું અનુપાલન કેમ ન કરવામાં આવ્યું?

સુપ્રીમ કોર્ટના સવાલ પર હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે પૂરી સાવધાની રાખી રહ્યા છીએ, જેથી ખોટી જાણકારી આપવા માટે અમારા પર કેસ ન થઈ જય. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, તેમાં કેસની શું વાત છે. તમારી (SBI) પાસે સુપ્રીમ કોર્ટના આદેશ છે. આ કેસ પર 5 જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આ.ર ગવઇ, જસ્ટિસ જે.બી. પારદીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp