કળશ યાત્રામાં સામેલ થવા લવાયો હતો હાથી, ભીડ જોઇને થયો બેકાબૂ, 3 લોકોને કચડ્યા

PC: dnpindiahindi.in

ગોરખપુરમાં બેકાબૂ થયેલા હથિયે ઘણા લોકોને કચડી દીધા, જેમાં 3 લોકોના મોત થઇ ગયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. જો કે મોતના આંકડાની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. રિપોર્ટ્સ મુજબ કળશ યાત્રામાં સામેલ થવા માટે એક હાથીને લાવવામાં આવ્યો હતો. ભીડને જોઇને હાથી બેકાબૂ થઇ ગયો. આ આખી ઘટના  ગોરખપુર ચિલુવાતાલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મોહમ્મદપુર માફી ગામની છે. ગોરખપુરના ચિલુવાતાલ વિસ્તારમાં ગુરુવારે કળશ યાત્રા કાઢવામાં આવી રહી હતી.

કળશ યાત્રા કાઢવા અગાઉ પંડાલમાં યજ્ઞ થઇ રહ્યો હતો. જ્યાં ઘણા લોકોની ભીડ હતી અને ત્યાં અવાજો પણ થઇ રહ્યા હતા. કળશ યાત્રામાં સામેલ થવા લાવવામાં આવેલો હાથી ભીડ અને અવાજો સાંભળીને ગુસ્સે ભરાઇ ગયો અને આમ તેમ ભાગવા લાગ્યો. ત્યારબાદ ત્યાં અફરાતફરી મચી ગઇ. ત્યારબાદ લોકોએ તેની જાણકારી પોલીસ અને વન વિભાગની ટીમને આપી. હાથી સાથે ઉપસ્થિત મહાવતે તેને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા ન મળી. બેકાબૂ બનેલા હાથીએ ઘણા લોકોને ઇજાગ્રસ્ત કરી દીધા, જેમાં 2 મહિલાઓ અને 4 વર્ષીય બાળકનું મોત થઇ ગયું છે.

બંને મૃતક મહિલાઓ મોહમ્મદપુર માફી વિસ્તારની રહેવાસી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કળશ યાત્રાની તૈયારી ચાલી રહી હતી અને યાત્રા માટે મહિલાઓ જળ ભરવા માટે તૈયાર થઇ રહી હતી. કળશ યાત્રામાં સામેલ થવા માટે હાથીને લઇ જવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન હાથીને જોવા અને તેની સાથે ફોટો ખેચાવવા માટે લોકોની ભીડ જમા થઇ ગઇ. આ દરમિયાન ભીડને જોઇને હાથી બેકાબૂ થઇ ગયો. ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળ પર પોલીસ અને વન વિભાગની ટીમ પહોંચી ગઇ અને હાથીને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવા લાગી.

મૃતકોની ઓળખ મહિલા કાંતિ દેવી (ઉંમર 55 વર્ષ), કૌશલ્યા દેવી (ઉંમર 50 વર્ષ) અને એક છોકરો કૃષ્ણા (ઉંમર 4 વર્ષ)ના રૂપમાં થઇ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જે છોકરાનું મોત થયું છે તે ખૂબ બીમાર હતો. તેના મોસાળના લોકોએ માતાને કહ્યું હતું કે બાળકને યજ્ઞમાં લઇ જઇને પૂજા કરાવો તો તે સારો થઇ જશે. ત્યારબાદ માતા છોકરાને લઇને પિયર ગઇ. તે હાથીની પૂજા કરીને બાળકને આશીર્વાદ અપાવવા પહોંચી હતી. હાથીએ છોકરાને પટકીને મારી નાખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp