બાદશાહ અકબર દુષ્કર્મી હતો, તેનું નામ લેવું પાપ છે-રાજસ્થાનના મંત્રી
રાજસ્થાનના શાળા શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ બાદશાહ અકબર વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. મંત્રીએ મંગળવારે કહ્યું કે, મુગલ બાદશાહ અકબર બળાત્કારી હતો. તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં તેમનું નામ લેવું એ પાપ છે.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા મદન દિલાવરે કહ્યું, 'જ્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે અમે વાંચતા હતા કે અકબર મહાન છે. મેં તેનો અભ્યાસ પણ કર્યો છે, પરંતુ મેં એવું પણ સાંભળ્યું છે કે, તે મીના બજાર પણ લગાવતો હતો, સુંદર છોકરીઓ અને મહિલાઓને ઉપાડી લેતો હતો અને બળજબરીથી બળાત્કાર કરતો હતો.'
દિલાવર રાજસ્થાનમાં શાળાના અભ્યાસક્રમની સમીક્ષા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જે દરમિયાન તેણે બાદશાહ અકબર વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે આગળ કહ્યું, 'બળાત્કારી કેવી રીતે મહાન હોઈ શકે? ભારતમાં અકબરનું નામ લેવું એ પાપ છે.' મદન દિલાવરે કહ્યું કે, અકબર એક આક્રમણખોર હતો અને તેને ભારતના લોકો સાથે કોઈ લેવાદેવા નહોતું.'
રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ મુઘલ સમ્રાટ અકબરને 'બળાત્કારી' કહ્યા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, 'શું એ સાચું નથી કે કોંગ્રેસે આપણા મહાપુરુષો અને મહિલાઓને સ્ટેજની પાછળ રાખ્યા છે? તેણે કંઈ ખોટું નથી કહ્યું. અકબર મુઘલ હતો અને તેણે ભારતના લોકો માટે કંઈ કર્યું નથી. ઔરંગઝેબે બળજબરીથી હિંદુઓને મુસ્લિમ બનાવ્યા.'
ગયા સપ્તાહની શરૂઆતમાં, મદન દિલાવર કોટા જિલ્લાની એક સરકારી શાળાના બે શિક્ષકોને ધર્માંતરણ અને લવ જેહાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર સસ્પેન્ડ કર્યા પછી સમાચારમાં હતા. મંત્રીએ આ મુદ્દે એક વીડિયો નિવેદન પણ બહાર પાડ્યું હતું.
નિવેદનમાં મદન દિલાવરે કહ્યું હતું કે, 'અમને માહિતી મળી હતી કે, માધ્યમિક શાળામાં એક હિન્દુ છોકરીનું નામ બદલીને મુસ્લિમ નામ રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અમને માહિતી મળતાં અમે કાર્યવાહી કરી અને બે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા અને અન્ય શિક્ષક સામે તપાસ ચાલી રહી છે. જો તપાસ કર્યા પછી જાણવા મળશે કે, તેઓ પણ આ કૃત્યોમાં સામેલ હતા, તો તે ત્રણેયને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp