હવે PFમા જમા પૈસા પર પણ ટેક્સ લાગશે કે શું? જાણો બજેટમાં શું જાહેરાત થઇ

PC: mozo.com.au

નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કરતી વખતે રોજગાર કરનારા લોકો સંબંધિત અનેક ઘોષણાઓ કરી હતી. આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે, હવે EPF, NPSમાં રોકાણની મર્યાદા ટેક્સ છૂટની શરતોમાં નક્કી કરવામાં આવી છે, જેના કારણે આ પર પણ કર લાદવાની સંભાવના છે.

નાણાં પ્રધાને પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે કર મુક્તિ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને સુપરઅન્યુએશન એટલે કે રિટાયરમેન્ટ ફંડમાં રોકાણની સંયુક્ત ઉપલી મર્યાદા 7.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ત્રણેયને કર મુક્તિનો લાભ મળે છે.

બજેટ દસ્તાવેજમાં જણાવાયું છે કે,'એક વર્ષમાં કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ્સ, નાણાં ભંડોળ અને NPSમાં રોકાણની ઉપલી મર્યાદા 7.5 લાખ રૂપિયા નક્કી કરવાની રહેશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2021 થી અમલમાં આવશે અને આકારણી વર્ષ 2021-22 માટે માન્ય રહેશે. આનો અર્થ એ કે જો કોઈ કર્મચારીની આ તમામ યોજનાઓમાં એક વર્ષમાં 7.5 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરે છે તો તેના પર ટેક્સ લાગશે. અગાઉ, એમ્પ્લોયર દ્વારા PF અને NPSમાં કરેલું રોકાણ સંપૂર્ણપણે કરમુક્ત હતું અને ત્યાં કોઈ મર્યાદા નહોતી. એકમાત્ર મર્યાદા એ હતી કે એમ્પ્લોયર કર્મચારીના સીટીસીના પગારના 12 ટકા જેટલી PF ફાળો આપશે.

ઉલ્લેખનીય એ છે કે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સામાન્ય કરદાતાઓને આ બજેટથી વધારે અપેક્ષાઓ હતી, જોકે, નાણાંમંત્રી દ્વારા ટેક્સ સ્લેબ અંગે લેવામાં આવેલા પગલાથી લોકોની મૂંઝવણ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp