હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન ચડાવ્યું પણ સિલિન્ડર ખાલી હતું, થઇ ગયું મોત

PC: aajtak.in

મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના બેરછા રેલવે સ્ટેશનની પાસે એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ડૉક્ટરોની બેદરકારીથી મોત થયું. તે વ્યક્તિને બેરછા સ્ટેશન પર પ્રાથમિક સારવાર આપ્યા પછી જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં મલમ-પટ્ટી વગેરે કર્યા પછી તેને સર્જિકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો. પણ ગંભીર સ્થિતિ થવા પર તડપતા ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાલી ઓક્સિજન સિલિન્ડર લગાવી દેવામાં આવ્યું. એટલું જ નહીં હોસ્પિટલનો સ્ટાફ પલ્સ ઓક્સીમીટર અને ઈંજેક્શન શોધતા રહ્યા પણ મળ્યા નહીં. લગભગ 1 કલાક સુધી તડપ્યા પછી આખરે હોસ્પિટલની બેદરકારીના કારણે તેણે દમ તોડી દીધો.

મૃતકનું નામ રાધેશ્યામ ગુપ્તા છે. 40 વર્ષીય રાધેશ્યામ છતરપુર નિવાસી છે. તે ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ઉજ્જૈનથી લગભગ સવારે 11 વાગ્યે ભોપાલ જવા ટ્રેનમાં બેઠા હતા. તેમણે છતરપુર જવાનું હતું. આની વચ્ચે બપોરે 1 વાગ્યે રાધેશ્યામ બેરછા સ્ટેશન પર પાણી ભરવા ઉતર્યા. ટ્રેન ચાલવા લાગી તો ડબ્બામાં ચઢતા સમયે તેમનો પગ લપસી ગયો અને તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયા. સ્ટેશન પર પ્રાથમિક સારવાર પછી એમ્બ્યુલેંસથી તેમને બેરછા જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

ડૉક્ટરોએ મલમ-પટ્ટી કરી તેમને દાખલ કર્યા. ત્યાર પછી રાધેશ્યામની સ્થિતિ વધુ બગડી તો ડ્યૂટી પર મોજૂદ ડોક્ટર આવ્યા, જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તો ડૉક્ટરે પલ્સ ઓક્સીમીટર અને જરૂરી ઈંજેક્શન માગ્યા. જે શોધવા છતા મળ્યા નહીં. રાધેશ્યામને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી તો ડૉક્ટરે ઓક્સીજન સિલિન્ડર લગાવવા કહ્યું.

જે ઓક્સિજન સિલિન્ડર લાવવામાં આવ્યું તેની સ્થિતિ ખરાબ હતી. સિલિન્ડરમાં ઓક્સિજન જ નહોતું. એવામાં રાધેશ્યામની તબિયત ખરાબ થઇ રહી હતી. ડ્યૂટી પર તૈનાત ડૉક્ટરે હોસ્પિટલના વરિષ્ઠ ડૉ. નવીન ઝાલાને બોલાવ્યા. જે અડધો કલાક મોડા આવ્યા. ત્યાં સુધીમાં રાધેશ્યામનું મોત થઇ ચૂક્યું હતું. રાધેશ્યામને માથા, કાન, પીઠ વગેરેમાં ઈજા પહોંચી હતી. લોહી પણ નીકળી રહ્યું હતું.

ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવારમાં બેદરકારી થઇ છે. જ્યારે ડ્યૂડી ડૉક્ટરને પૂછવામાં આવ્યું કે જ્યારે ઈજાગ્રસ્તની સ્થિતિ વધારે ખરાબ થઇ હતી તો તેને ઈમરજેંસી વોર્ડમાં શિફ્ટ શા માટે કરવામાં ન આવ્યા? વોર્ડમાં રાખવામાં આવેલ ઓક્સિજન સિલિન્ડર ખાલી હતું તેના જવાબદાર કોણ છે? માત્ર એક જ ડૉક્ટર શા માટે ડ્યૂટી પર હાજર હતા? સારવાર દરમિયાન મેડિકલ ઉપકરણોની અછત માટે જવાબદાર કોણ? આના વિશે ડૉક્ટરોએ જવાબ આપ્યા નહીં. માત્ર એટલું જ બોલતા રહ્યા કે અમે પ્રયાસ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp