આ રાજ્યમાં પટાવાળાની નોકરી માટે એન્જિનિયરો લાઇનમાં લાગ્યા, પગાર આટલો

PC: indiatimes.com

કેરળમાં પટાવાળાના પદ માટે માગવામાં આવેલી યોગ્યતા 7મું ધોરણ પાસ હોવાની સાથે સાથે સાઇકલ ચલાવવાની ક્ષમતા પણ હતી. કેરળના એર્નાકુલમમાં શુક્રવારે સવારે મોટી સંખ્યામાં બીટેક ડિગ્રી ધારકો અને ગ્રેજ્યુએટ સરકારી ઓફિસમાં પટાવાળાની નોકરી માટે લાઈનમાં ઊભા હતા. જેના માટે પગાર લગભગ 23 હજાર રૂપિયા છે. આ પદ માટેની નોકરી માટે સાઈકલ ટેસ્ટ આપવા પહોંચેલા એક એન્જિનીયરે કહ્યું કે, આ એક સુરક્ષિત નોકરી છે. જેમાં સતત ગાડી ચલાવવી કે ફૂડ ડિલીવરી પ્લેટફોર્મથી જોડાયેલ કોઇ જોખમ નથી. આ ઉપરાંત આમાં નોકરી ગુમાવવાનો પણ કોઇ ખતરો નથી.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, સાઈકલ હવે પરિવહન સાધન નથી છતાં નિયમ હજુ પણ બદલવામાં આવ્યો નથી. લગભગ 101 ઉમેદવારોએ સાઇકલિંગ ટેસ્ટ પાસ કરી. આ તેમની સહનશક્તિની પરીક્ષા હોય છે અને રેન્કિંગ લિસ્ટ માટે તેમણે લાંબો સમય રાહ જોવાની રહે છે.

કેરળમાં પટાવાળાની નોકરી માટે સાતમું ધોરણ પાસ હોવું જરૂરી છે અને સાઇકલ ચલાવવી આવડવી જરૂરી છે. આ વખતે બીટેક કરનારાઓ પણ આગળ આવ્યા અને કેરળના એર્નાકુલમમાં સરકારી કચેરીમાં પ્યૂનની નોકરી માટે અરજી કરવા માટે શુક્રવાર સવારથી મોટી સંખ્યામાં એન્જિનીયરો લાઈનમાં ઊભા થઇ ગયા.

કેરળમાં એક પ્યૂનનો મૂળ પગાર લગભગ 23,000 રૂપિયા પ્રતિ માસ છે. સાઇકલિંગ ટેસ્ટ માટે આવેલા ઘણી બી.ટેક ધારકો માટે સરકારી ઓફિસમાં એક નાની નોકરી ઓછા જોખમવાળી અને વધારે સુરક્ષિત છે. ઓનલાઇન ફૂડ ડીલિવરી સેવાઓ કે મોટી ટેક કંપનીઓમાં લગભગ 11 હજાર રૂપિયા પ્રતિ માસના પગારની તુલનામાં આ સારો ઓપ્શન છે.

કોચી નિવાસી કે.પ્રશાંતની પાસે બેન્કિંગમાં ડિપ્લોમા છે અને તે એક કેફે ચલાવે છે. તેણે કહ્યું કે, જો અમને કેએસઈબી(રાજ્યની વીજ કંપની)માં મૂકવામાં આવે છે તો પગાર 30 હજારથી વધારે રહેશે. પરીક્ષા આપવા માટેની રાહ જોતા સમયે કે.પ્રશાંતે કહ્યું કે, હું પાછલા અમુક વર્ષોથી સારા પગારવાળી એક સુરક્ષિત નોકરી મેળવવાની કોશિશ કરી રહ્યો છું.

ખેર, સાઇકલ ચલાવવાની પરીક્ષાથી કોઇ વ્યવહારિક હેતુ સિદ્ધ થતો નથી. છતાં રાજ્ય લોક સેવા આયોગ કેએસઈબી અને કેએસએફઈ(કેરળ રાજ્ય વિત્તીય ઉદ્યમ) જેવી સાર્વજનિક ક્ષેત્રની એજન્સીઓમાં પટાવાળાના પદ માટે સાઇકલિંગ પરીક્ષા પર ભાર આપતા રહે છે. અધિકારીઓએ અસહાયતા વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યએ હજુ સુધી જૂના નિયમો બદલ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp