લગ્નના બે વર્ષ પછી પણ પતિ તરફથી શારીરિક પ્રેમ ન મળતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

PC: amarujala.com

બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને ફરિયાદ કરી કે લગ્નના બે વર્ષ પછી પણ તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી. મહિલાએ કહ્યું કે, ઘણી કોશિશ કર્યા પછી પણ તે નિષ્ફળ રહી અને તેને પોલીસની મદદ લેવી પડી. પીડિતાની અરજી પર મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ સહિત 6 લોકોના નામ પર FIR નોંધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પીડિતાનું પિયરનું ઘર વૈશાલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. બે વર્ષ પહેલા તેણે અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું કે, તેના લગ્ન 31 મે 2021ના રોજ થયા હતા. લગ્ન પછી બીજા દિવસે હું મારા સાસરે આવી. ત્યારથી મારા પતિ મારી અવગણના કરી રહ્યા છે. લગ્નના બે વર્ષ પછી પણ તેણે હજુ સુધી મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી. મેં મારા સાસરિયાઓને પણ આ વાતની જાણ કરી. તેઓએ તેના પતિને પણ સમજાવ્યા ન હતા. મહિલાનો આરોપ છે કે, તેના સાસરિયાઓ તેને પતિના કહેવા પ્રમાણે જીવવાનું કહે છે. જ્યારે, મેં મારા પતિને પૂછ્યું કે, તમે શા માટે સંબંધ નથી રાખતા? જવાબ આપવાને બદલે તેઓ અપશબ્દો બોલે છે અને મારપીટ કરવા લાગે છે.

જ્યારે મારા માતા-પિતાના ઘરે જવાની ધમકી આપતા તેણે કહ્યું કે, જો તું ઘરની બહાર નીકળીશ તો તને અને તારા આખા પરિવારને મારી નાખવામાં આવશે. આ દરમિયાન તેણે ભાગવાનો અને પોલીસ પાસે જવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. પોલીસને આપેલી અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે, અચાનક એક દિવસ તેના દાદાની તબિયત બગડી જવાના અને તે તેને જોવાના બહાને સાસરેથી નીકળીને તેના પિયરના ઘરે આવી ગઈ. જ્યારથી હું મારા પિયરના ઘરે આવી છું, ત્યારથી મારા પતિ સહિત મારા સાસરિયાઓ મને સતત ધમકીઓ આપી રહ્યા છે.

મહિલા પોલીસ સ્ટેશનના SHO અદિતિ કુમારીએ જણાવ્યું કે, આ મામલે FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીડિતાની દરેક વાત સાંભળવામાં આવી હતી. નિવેદનમાં પીડિત મહિલાએ કહ્યું છે કે, લગ્ન પછી પતિએ ક્યારેય પતિ-પત્નીના સંબંધો સ્થાપિત કર્યા નથી. ઘણા સમજાવ્યા પછી પણ બંને વચ્ચે વાત ન બની. મહિલાની ફરિયાદ પર IPCની કલમ 341, 323, 498A, 379, 504, 506, 34 હેઠળ FIR નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp