મતદાન પહેલા જ BJPમાં આંતરિક વિખવાદ, નવા ઉમેદવારો હાલના MLA સાથે ટકરાયા

PC: jagran.com

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા BJPમાં આંતરિક મતભેદોના ઘણા અહેવાલો જાહેરમાં આવી રહ્યા છે. ખડકવાસલા, કોથરૂડ અને પાર્વતીમાં પાર્ટીના નેતાઓમાં વિખવાદ વધી રહ્યો છે. આગામી ચૂંટણીમાં લડી રહેલા ઉમેદવારો સીટીંગ ધારાસભ્યો પર જાહેરમાં આક્ષેપો કરી રહ્યા છે. અમોલ બાલવાડકરનું નામ પણ આ કડીમાં છે. તેઓ કોથરુડથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ગુરુવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમોલ બાલવાડકરે મંત્રી ચંદ્રકાંત પાટીલ પર નિશાન સાધતા કહ્યું કે, 'હું ચૂંટણી લડવા ઈચ્છુક હોવાથી અમારા નેતા પાટીલ મને નિશાન બનાવી રહ્યા છે. પાટીલે અન્ય કાર્યકરોને મારા કોઈપણ કાર્યક્રમમાં ભાગ ન લેવા માટે કહ્યું છે. સૂચનાઓ આપવામાં આવી છે. દબાણને કારણે કોઈ મારા કાર્યક્રમોમાં હાજરી આપતું નથી.'

અમોલ બાલવાડકરે વધુમાં કહ્યું કે, 'મને મારી પાર્ટીમાં વિશ્વાસ છે, પણ મારી નારાજગી ચંદ્રકાંત પાટીલ સાથે છે. મેં વરિષ્ઠ નેતાઓ ચંદ્રકાંત પાટીલ, રાવસાહેબ દાનવે અને મુરલીધર મોહોલને એક E-Mail લખ્યો હતો જેમાં મેં બધું જ રજુ કર્યું હતું. એક વરિષ્ઠ નેતા તરીકે પાટીલે સહકાર આપવો જોઈએ. અને મારા કાર્યક્રમોમાં હાજરી આપવાના બદલે તેઓ મને ઘેરી રહ્યા છે અને મારા કાર્યક્રમોમાં હાજરી આપવા સામે અન્ય નેતાઓને ધમકી આપી રહ્યા છે. મને આશા છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ વિશે વિચારશે કારણ કે મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોએ મને કોથરૂડથી ધારાસભ્ય બનાવવાનો નિર્ણય કર્યો છે.'

પાર્વતી અને ખડકવાસલા વિધાનસભા મતવિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. ખડકવાસલામાં, પ્રસન્ના જગતાપ અને દિલીપ વેડે-પાટીલ, જેઓ વિધાનસભાની ચૂંટણી લડવા આતુર છે, તેઓ ખુલ્લેઆમ ત્રણ વખતના BJPના ધારાસભ્ય ભીમરાવ તાપકીર પર આક્ષેપ કરી રહ્યા છે. બે દિવસ પહેલા BJPએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સાંસદ ધનંજય મહાડિકને પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા. પ્રસન્ના જગતાપે જણાવ્યું હતું કે, 'ધનંજય મહાડિક સમીક્ષા માટે આવ્યા હતા, પરંતુ તાપકીરે નક્કી કર્યું હતું કે આ વિશે મને જાણ ન થાય, પરંતુ જ્યારે મને આની જાણ થઈ ત્યારે હું સ્થળ પર પહોંચ્યો હતો અને મને બોલવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી પરંતુ તાપકીરે આ માટે મંજૂરી આપવા માટે ના પડી દીધી હતી. તાપકીર ત્રણ વખત ખડકવાસલા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે અને ચોથી વખત પણ પ્રતિનિધિત્વ કરવા ઇચ્છુક છે, જો કે બીજા ઉમ્મેદવાર તેમના પર હુમલો કરી રહ્યા છે અને તેમને તક આપવાની માંગ કરી રહ્યા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp