કોંગ્રેસ માટે ગઠબંધન કપરૂં થતું જાય છે, નાના નાના પક્ષો પણ આંખ બતાવે છે

PC: aajtak.in

લોકસભા ચૂંટણી 2024માં PM નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે તમામ વિપક્ષી દળોએ એકસાથે મળીને INDIA એલાયન્સની રચના કરી છે, પરંતુ આ ગઠબંધનમાં સીટોની વહેંચણી તમામ પક્ષો વચ્ચે સંઘર્ષનું કારણ હોય તેવું લાગી રહ્યું છે. UP અને બંગાળ જેવા મોટા રાજ્યોમાં, જ્યાં કોંગ્રેસ નબળી છે, તેના માટે સીટોની વહેંચણી મુશ્કેલ બની રહી છે, તો બીજી તરફ, ઝારખંડ જેવા નાના રાજ્યોમાં પણ, JMM જેવા નાના પક્ષો પણ કોંગ્રેસ સામે ડોળા કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે.

સીટ વહેંચણીના પ્રશ્ન પર, JMM નેતા મહુઆ માંઝીએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસને સંકેત આપ્યો કે, તેઓ તેમને વધુ સીટો આપવાના મૂડમાં નથી. મહુઆ માંઝીએ કહ્યું કે, છેલ્લી વખતે કોંગ્રેસ, RJD અને અમે બધા સાથે મળીને લડ્યા હતા, સીટ વહેંચણી તે મુજબ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીને લોકસભામાં વધુ સીટો મળી હતી, JMMને વિધાનસભામાં વધુ સીટો મળી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વખતે દિલ્હીમાં યોજાયેલી INDIA એલાયન્સની બેઠકમાં મોટા નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જે વિસ્તારમાં જે પાર્ટી મજબૂત છે અને વધુ પકડ ધરાવે છે, તે રાજ્યમાં વાત કર્યા પછી સમિતિની રચના કરવામાં આવશે અને તે નક્કી કરશે કે કોને કઈ સીટ આપવામાં આવશે. INDIA ગઠબંધનનો ઉદ્દેશ્ય શક્ય તેટલી વધુ સીટો જીતવાનો છે, જે પક્ષનો ઉમેદવાર વધુ મજબૂત હશે તેને જ સીટ આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ હજુ સુધી કમિટીની રચના કરવામાં આવી ન હોવાથી, જો સ્થાનિક કમિટી અહીં આ સમસ્યાનો ઉકેલ લાવશે તો તે સેન્ટ્રલ કમિટીમાં જશે નહીં. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, BJPએ રાજ્યમાં 11 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી AJSUએ એક બેઠક જીતી હતી. રાજ્યમાં વિરોધ પક્ષોને માત્ર બે બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસે એક સીટ જીતી હતી જ્યારે JMMને એક સીટ મળી હતી. વર્ષ 2019માં, કોંગ્રેસ ઝારખંડમાં નવ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે JMM ચાર બેઠકો પર જીતી હતી. RJDએ એક સીટ પર ચૂંટણી લડી હતી.

જો રાજ્યમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો, ઝારખંડ મુક્તિ મોરચાએ 43 બેઠકો પર, કોંગ્રેસ પાર્ટીએ 31 બેઠકો પર અને RJDએ 7 બેઠકો પર ચૂંટણી લડી હતી. JMM ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. JMMને ત્રીસ બેઠકો મળી હતી. કોંગ્રેસ પાર્ટીને સોળ બેઠકો મળી હતી જ્યારે લાલુ યાદવની પાર્ટીને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp