ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિય સમાજના લોકોમા નારાજગી, ભાજપ સામે મોર્ચો માંડ્યો

PC: livehindustan.com

ગુજરાતમાં છેલ્લાં 18 દિવસથી રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિયોની નારાજગી સામે આવી છે, જો કે, તેમની નારાજગીનું કારણ જુદુ છે.

સામાન્ય રીતે ભાજપને સવર્ણ સમાજનું મોટા પાયે સમર્થન મળતુ રહે છે, પરંતુ હવે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં ભાજપની તાકાત ક્ષત્રિયોને કારણે વધી છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી ક્ષત્રિય સમાજના મતો ભાજપમાં ડાયવર્ટ થયા છે. રાજનાથ સિંહ જેવા નેતા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે.

 પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મહાપંચાયતો થઇ રહી છે અને તેમાં ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઠાકુરોની નારાજગી એ વાતની છે કે, મેરઠ અને સરહાનપુર મંડલમાંથી ઠાકુર સમાજના કોઇને પણ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp