PM મોદી પણ મારી રાજકીય કારકિર્દી ખતમ કરી શકે નહી: પંકજા મુંડેના નિવેદનથી હોબાળો

PC: patrika.com

એક જમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં કદાવર નેતા તરીકે જાણીતા સ્વ. ગોપીનાથ મુંડેની દીકરી પંકજાએ મહારાષ્ટ્રમાં એક જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરી દેતા રાજકારણ ગરમાયું છે અને હોબાળો મચી ગયો છે. પંકજાના નિવેદનથી ભાજપ નેતાઓ પણ વિમાસણમાં મુકાઇ ગયા છે.

ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈમાં આયોજિત જાહેરસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને ચર્ચામાં આવી ગયા છે. જે બાદ પાર્ટીના નેતાઓ તેમના નિવેદનનો જવાબ આપવાનું ટાળી રહ્યા છે. 27 સપ્ટેમ્બર, મંગળવારના રોજ યોજાયેલી રેલીમાં પંકજા મુંડેએ કહ્યું હતું કે જો મને લોકોના દિલોદિમાગમાં જગ્યા મળે તો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મારી રાજકીય કારકિર્દી ખતમ કરી શકશે નહીં.

ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં પખવાડિયા સુધી PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદીના જન્મદિવસ સાથે જોડાયેલા કાર્યક્રમ દરમિયાન પંકજા મુંડેએ મંગળવારે જનસભા કરી હતી.

રેલીને સંબોધતા મુંડેએ કહ્યું, જો હું લોકોના મન અને હૃદયમાં રહું તો PM મોદી પણ મારી રાજકીય કારકિર્દી પૂરી નહીં કરી શકે. કોંગ્રેસ પાર્ટીમાં વંશીય રાજનીતિ ચાલી રહી છે. જોકે મોદીજી વંશ શાસનનો અંત લાવવા માંગે છે. મુંડેએ વધુમાં કહ્યું કે, હું એક રાજકીય પરિવારમાંથી છું પરંતુ જો હું તમારા દિલ અને દિમાગમાં રહીશ તો મારી રાજકીય કારકિર્દી કોઈ ખતમ કરી શકશે નહીં.

મંગળવાર, 27 સપ્ટેમ્બરના રોજ એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે, પંકજા મુંડેની ટિપ્પણીએ દેશભરમાં ચર્ચા ઉભી કરી છે અને રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. રાજ્ય ભાજપના નેતાઓએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈમાં મુંડેના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

પંકજા મુંડેના નિવેદન વચ્ચે, ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અહીં, આપણે તેમની ટિપ્પણીના સંદર્ભ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાએ તેમના ભાષણમાં PM મોદીનો ઉલ્લેખ કરવાનું ટાળવું જોઈએ. પંકજા મુંડે જ્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp