સલમાન-શાહરૂખની ફરી દોસ્તી કરાવનાર નેતાએ 48 વર્ષ બાદ કોંગ્રેસ છોડ્યું, આ પાર્ટી..
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ 8 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લગભગ પાંચ દાયકા પછી સિદ્દીકીએ પાર્ટી છોડી દીધી. એવી અટકળો છે કે હવે તેઓ અજિત પવારની આગેવાની હેઠળની NCPમાં જોડાઈ શકે છે. સિદ્દીકી બાંદ્રા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અનેક વખત મંત્રી પદ સંભાળ્યું છે. રાજનીતિ સિવાય સિદ્દીકીની બોલિવૂડમાં પણ ખૂબ ચર્ચા થાય છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા ઘણા મોટા સ્ટાર્સ પણ તેમની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપે છે.
કોંગ્રેસ પાર્ટીમાંથી વિદાયની જાહેરાત કરતા બાબા સિદ્દીકીએ લખ્યું છે કે, 'હું યુવા ટીનેજર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. 48 વર્ષની મહત્વપૂર્ણ સફર બાદ આજે હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. ઘણું બધું છે જે હું વ્યક્ત કરવા માંગુ છું, પરંતુ કેટલીક વસ્તુઓ ન કહેવાય તે જ સારું છે. મારી આ રાજકીય યાત્રાનો હિસ્સો બનેલા દરેકનો હું આભાર માનું છું.'
સિદ્દીકીની રાજકીય કાર્યસ્થળ બાંદ્રા હતી અને મોટાભાગની ફિલ્મી હસ્તીઓ બાંદ્રામાં રહે છે. તેથી જ્યારે તેઓ રાજકારણમાં પોતાના પગ જમાવી રહ્યા હતા. તે જ સમયે તેની મુલાકાત સુનીલ દત્ત સાથે થઈ હતી. કહેવાય છે કે, તે પછી તે સંજય દત્તની ખૂબ જ નજીક આવી ગયો હતો. દત્ત બોલિવૂડમાં તેના ટ્રમ્પ કાર્ડ સાબિત થયા. કારણ કે સંજય અને સલમાન ઘણા સારા મિત્રો છે. આથી સંજયે તેને સલમાન સાથે મુલાકાત કરાવી અને અહીંથી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીઓ શરૂ થઈ.
મુંબઈની ઘણી દંતકથાઓમાં બાબા સિદ્દીકીને બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો સેતુ કહેવામાં આવે છે. સંજય દત્તના પણ અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનું માનવામાં આવે છે અને બાબા સિદ્દીકી તેની નજીક છે, તો પછી આ સમાચારની સત્યતા શું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાબા સિદ્દીકીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
એક સમાચારપત્રમાં છપાયેલા સમાચાર મુજબ, બાબા સિદ્દીકી અને દાઉદના નજીકના અહમદ લંગડા વચ્ચે મુંબઈમાં એક જમીનના ટુકડાને લઈને વિવાદ થયો હતો. આ પછી છોટા શકીલે બાબાને ધમકી આપી કે આ મામલાથી દૂર રહે, નહીંતર પરિણામ સારું નહીં આવે. બાબા ફરિયાદ લઈને મુંબઈ પોલીસ પહોંચ્યા. પોલીસે અહેમદ લંગડાની ધરપકડ કરી મકોકા લગાવ્યો હતો. આનાથી નારાજ થઈને 2013માં દાઉદે બાબાને ફોન પર ધમકી આપી હતી અને કહ્યું હતું, હું રામ ગોપાલ વર્મા સાથે વાત કરીશ અને તારી એક ફિલ્મ 'એક થા MLA' બનાવી દઈશ!
I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I resign from the primary membership of the Indian National Congress Party @INCIndia with immediate effect. There’s a lot I would have liked to express…
— Baba Siddique (@BabaSiddique) February 8, 2024
મુંબઈ સ્લમ રિહેબિલિટેશન કૌભાંડમાં જેમનું નામ સામે આવ્યું હતું, તેમાં બાબા પણ સામેલ હતા. 2017માં, EDએ તેનાથી જોડાયેલા એક મામલે અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં તેમના ઘરે દરોડા પણ પાડ્યા હતા. જોકે, આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp