ભાજપમાં જોડાયેલા ગૌરવ વલ્લભે જણાવ્યું કોના હાથમાં છે કોંગ્રેસનો પાવર

PC: linkedin.com

કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા ગૌરવ વલ્લભે એક ટી.વી. ચેનલ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તો તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર પણ પ્રહાર કર્યો. એક સવાલના જવાબમાં ગૌરવ વલ્લભે કહ્યું કે, કોંગ્રેસમાં ઉચ્ચ નેતૃત્વ પાસે નિર્ણય લેવાનો એક ટકા પણ અધિકાર નથી. મલ્લિકાર્જૂન ખરગે એક સારા વ્યક્તિ છે, પરંતુ તેમની પાસે કોઈ પાવર નથી. ગૌરવ વલ્લભને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પાર્ટીમાં કામ કરવાનું સ્ટ્રક્ચર નથી?

તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પહેલા જ્યારે રાહુલ ગાંધી અધ્યક્ષ હતા, તો ઓછામાં ઓછા એક વ્યક્તિ તો હતા, જે નિર્ણય લેતા હતા, હવે જે પણ નિર્ણય લઈ રહ્યા છે, તેમને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નથી. તેમણે આગળ કહ્યું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં 100 સભ્ય છે. તેમાંથી માત્ર 3 કે 4 લોકો ચૂંટણી લડી રહ્યા છે. બાકી લોકો ડરે છે. રાહુલ ગાંધીએ પહેલા આ CWCવાળા પાસે શીખવું જોઈએ કેમ કે બધા ડરપોક છે. અમે ડરતા નથી. અમને જેટલી વખત જ્યાંથી કહેવામાં આવ્યું એટલી વખત અમે ચૂંટણી લડી.

ગૌરવ વલ્લભને જ્યારે પૂછવામાં આવ્યું કે તો પછી આઈડિયોલોજીમાં ક્યાં કમી આવી ગઈ? તેના પર તેમણે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિમત્રણ ઠુકરાવી દેવામાં આવ્યું તો એ જ છે કે તેઓ રામમાં વિશ્વાસ ધરાવતા નથી અને જે રામના નથી તેઓ કોઈ કામના નથી. તેમણે કહ્યું કે, મને કોંગ્રેસના ઉચ્ચ નેતાએ બોલાવ્યો અને કહ્યું કે તમારું નામ કોંગ્રેસ કમિટીમાં છે, જ્યારે 10 દિવસ બાદ લિસ્ટ આવી તો મારું નામ નહોતું. પછી જ્યારે મેં તેમને પૂછવામાં આવ્યું તો બોલ્યા કે ધર્મના વિચાર ઈઝ ડઝ નોટ શૂટ અસ.'

ગૌરવ વલ્લભે ભાજપમાં સામેલ થવાને લઈને કહ્યું કે, મને લાગ્યું હતું કે કોંગ્રેસ મને મનાવશે, પરંતુ એમ ન થયું. મેં પાર્ટીમાંથી સનાતનના વિરોધ પર મૌન તોડવા કહ્યું હતું. વલ્લભે હાલમાં જ સનાતનનો વિરોધનો ઉલ્લેખ કરતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે, જે કોંગ્રેસમાં લોકસભાની ટિકિટ આપી રહ્યા હતા તેમને ઉત્તર પ્રદેશની 5 લોકસભા સીટના નામ પણ ખબર નથી. કોંગ્રેસનું ગ્રાઉન્ડ કનેક્શન તૂટી ચૂક્યું છે. એવામાં સ્પષ્ટ દેખાય છે કોંગ્રેસનું સત્તામાં આવવાનું માઇન્ડસેટ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp