પૂર્વ CM અને કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ રાજકારણને અલવિદા કહી દીધું
મહારાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજ નેતાઓએ રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી છે. કેન્દ્રીય નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ x પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે તેમને હવે રાજકારણમાં રસ નથી રહ્યો, તેઓ હવે કોઇ ચૂંટણી પણ લડવા માંગતા નથી. નિલેશ રાણે મહારાષ્ટ્ર ભાજપના નેતા છે. તો બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ એક જાહેર કાર્યક્રમમમાં મંચ પરથી જાહેરાત કરી કે તેઓ હવે રાજકારણને અલવિદા કરી રહ્યા છે. તેઓ તેમની પુત્રી પરણિતા શિંદે સપોર્ટ કરશે અને 2024માં તેમની દીકરીને જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહેશે એમ શિંદેએ કહ્યુ હતું.
સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને સોલાપુરથી 3 વખત સાંસદ રહ્યા છે. વર્ષ 2012માં ડો. મનમોહન સિંહની સરકારમા તેઓ ઉર્જા મંત્રી પણ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp