8 કરોડની જમીન, નકલી દસ્તાવેજ, નકલી લગ્ન અને... પૂર્વ ધારાસભ્યની ATSએ કરી ધરપકડ

PC: aajtak.in

તમે મોટા ભાગે ફિલ્મોમાં એવી કહાનીઓ જોઈ હશે, જ્યાં લાલચના ચક્કરમાં ષડયંત્ર રચવામાં આવે છે અને પછી ઘટનાને અંજામ આપવામાં આવે છે. એવી જ એક ફિલ્મો સાથે હળતી-મળતી રિયલ સ્ટોરી અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં એક પૂર્વ ધારાસભ્ય પર પોતાના સાથીઓ સાથે મળીને એવું ષડયંત્ર રચવાનો આરોપ છે, જ્યાં 8 કરોડની જમીન માટે ન માત્ર નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા, પરંતુ નકલી લગ્ન પણ કરાવવામાં આવ્યા અને પછી એ વ્યક્તિની કથિત હત્યા પણ કરાવી દીધી.

આ કેસમાં UP ATSએ પૂર્વ ધારાસભ્ય પવન પાંડેની શુક્રવારે ધરપકડ કરી છે. આ કેસ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની છે જે 3 વર્ષ જૂનો છે. ઓક્ટોબર 2020માં નાસિરપૂર્ણ રહેવાસી અજય સિંહનું રોડ અકસ્માતના મોત થઈ જાય છે. એક્સિડેન્ટના 2 કલાક અગાઉ જ અજયના લગ્ન નીતૂ સિંહ સાથે થયા હતા. અજય સિંહની માતા ચંપા દેવી તરફથી નોંધાવવામાં આવેલી FIR ઘણી હેરાન કરનારી વાતો લખવામાં આવી છે. એ મુજબ પીડિતાના દીકરા અજય સિંહ સાથે બારાબંકીના સફેદાબાદ આર્ય સમાજ મંદિરમાં લગ્નનું નકલી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું અને પછી 2 કલાકની અંદર જ અજયનું શંકાસ્પદ પરિસ્થિતિમાં અકસ્માત કરાવી દેવામાં આવ્યો, જેમાં તેનું મોત થઈ ગયું.

5 જૂન 2022ના રોજ આંબેડકરનગરના અકબરપુર પોલીસ સ્ટેશનની ચંપા દેવીએ શિવસેનાના પૂર્વ ધારાસભ્ય પવન પાંડે, મુકેશ તિવારી, ગોવિંદ યાદવ સહિત 12 લોકો વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધાવવામાં આવી. તેમાં તેમણે જે આરોપ લગાવ્યા છે તે ગંભીર અને હેરાન કરી દેનારા છે. આરોપ લગાવામાં આવ્યો કે, અકબરપુર બસખારી નેશનલ હાઇવે પર સ્થિત તેમની 8 કરોડની કિંમતી જમીનને પચાવી પડવા માટે પવન પાંડે અને તેના સાથીઓએ મળીને પીડિતાના દીકરાની પત્નીના રૂપમાં નીતૂનું નામ નોંધાવ્યું અને જેમાં બારાબંકીથી બનાવવામાં આવેલું આર્ય સમાજ મંદિરના નકલી પ્રમાણપત્ર તૈયાર કરાવવામાં આવ્યું.

FIR મુજબ, ઑગસ્ટ 2020ના રોજ પીડિતાના દીકરાને નશાનો આદી બતાવીને પવન પાંડેએ તેમની કિંમતી જમીન 20 લાખ રૂપિયામાં પોતાના નજીકના મુકેશ તિવારીના નામે લખાવી લીધી. એટલું જ નહીં પવન પાંડેએ આંબેડકર નગર નગરપાલિકાના સર્વે અધિકારીઓને પણ પોતાની સાથે લઈ લીધો અને પછી આજમગઢની રહેનારી નીતૂ સિંહ નામની યુવતી સાથે મળીને મારા દીકરાનું નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું અને નીતૂના નામ અમારા પરિવાર રજીસ્ટરમાં નોંધાવવા માટે પણ અરજી આપી દીધી. તેમાં આગળ લખવામાં આવ્યું છે કે અજય સિંહ પાસે બારાબંકીના સફેદાબાદ આર્ય સમાજ મંદિરમાં લગ્નનું નકલી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું.

લગ્નના 2 કલાક બાદ તેના દીકરાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં અકસ્માત કરાવવામાં આવ્યું. અજયના મોત બાદ આખી જમીન નીતૂ સિંહના નામ પર થવાની હતી. અજય સિંહની પીડિત માતાના આરોપો મુજબ 8 કરોડની જમીન 20 કરોડમાં નકલી દસ્તાવેજોના સહારે પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. બનાવટી અને છેતરપિંડીના કેસ નોંધવાનારી પીડિતા અજય સિંહની માતાએ અહી સુધી કહ્યું કે, જો તેને તેની બંને દીકરીઓ અને જમાઈને કંઇ થઈ જશે તો તેના માટે પવન પાંડે અને તેમના સાથી જ જવાબદાર હશે.અકબરપુરમાં નોંધાયેલા કેસની તપાસ હાઇકોર્ટના આદેશ પર UP ATSએ શરૂ કરી હતી અને ત્યારબાદ UP ATSએ પવન પાંડેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp