એક્ઝિટ પોલ જોઇને નિરાશ થયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીએ કરી આ અપીલ

PC: hindustantimes.com

કોંંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ માટે સંદેશ આપ્યો છે. આમાં તેમણે એક્ઝિટ પોલના અનુમાન જોઇને કોંગ્રેસ કાર્યકર્તાઓને નિરાશ ન થવાની અપીલ કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આવા સર્વે તમારા હિંમતને તોડી નાખવા માટે છે. તેના પર વિશ્વાસ ન કરવો જોઇએ. સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમ નજીક સાવધ રહો. મને પૂરો વિશ્વાસ છે કે આપણે મહેનતના ફળ મેળવીશું.

પ્રિયંકાનું આ નિવેદન મિર્ઝાપુરથી કોંગ્રેસ ઉમેદવાર લલિતેશપતિ ત્રિપાઠીના પત્ર બાદ આવ્યું છે. આમાં તેમણે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી કે જે સ્ટ્રોંગ રૂમમાં બધા EVM રાખ્યાં છે, ત્યાં બીજા 300 થી વધુ EVM પહોંચ્યાં છે.

વાસ્તવમાં અત્યાર સુધીમાં મોટાભાગના એક્ઝીટ પોલમાં NDAને પૂર્ણ બહુમતી દેખાડવામાં આવી છે અને દર્શાવવાયું છે કેન્દ્રમાં ફરી એકવાર વડાપ્રધાન મોદી સરકાર બનાવે છે. જો કે, વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે તેમને આ અનુમાનો પર વિશ્વાસ નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌપ્રથમ એક્ઝિટ પોલના પરિણામોને નકારી કાઢ્યાં હતા. એક્ઝિટ પોલને નકારી કાઢવામાં AAPના નેતા સંજય સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી, CPI મહાસચિવ સીતારામ યેચુરી અને RJD નેતા તેજસ્વી યાદવ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યાં બાદ તમામ વિપક્ષે EVM પર પણ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ સહિત સાત પાર્ટીના નેતાઓ આ મામલે સુપ્રીમ કોર્ટ જાય તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp