મોંઘી દવાઓ પર 1000 ગણા વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે કંપનીવાળા
ભારતમાં દવાઓની કિંમતો પર નિયંત્રણ રાખવાવાળા નિયમનકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જીન 1000 ટકાથી પણ વધારે લેવાઇ રહ્યું છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર 50-100 રૂપિયાવાળી દવામાંથી 2.97 ટકા દવાના ટ્રેડ માર્જીન 50-100 ટકા અને 1.25 ટકા દવાનું ટ્રેડ માર્જીન 100-200 ટકા છે. જ્યાં. 2.41 ટકા દવાનું માર્જીન 200-500 ટકા છે. NPPAએ કહ્યું કે, જો વાત 100 રૂપિયાથી વધારેની દવાઓ વિશે કરીએ તો 8 ટકા દવાનું માર્જીન 200-500 ટકાની વચ્ચે હોય છે. 2.7 ટકા દવાનું માર્જીન 500-1000 ટકાની વચ્ચે અને 1.48 ટકા દવાનું માર્જિન 1000 ટકાથી પણ વધારે વસૂલાઇ રહ્યું છે.
NPPAએ શુક્રવારે દવા નિર્માતા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દવાના ટ્રેડ માર્જીનને તર્કસંગત બનાવા માટે ટ્રેડ માર્જીન રેશનલાઇઝેશન પર ચર્ચા થઇ હતી. તેના હેઠળ સપ્લાઇ ચેનમાં ટ્રેડ માર્જીનની સીમાને નક્કી કરવામાં આવે છે. ડ્રગ નિયામકના વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે, ભારતમાં નોન શિડ્યૂલ દવાનું વાર્ષિક ટર્નઓવર 1.37 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. ભારતમાં ફાર્મા સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 81 ટકા છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, ફાર્મા કંપનીઓએ આ વાતનો સ્વીકાર કર્યો કે, TMRથી દવાઓની કિંમતોમાં મોટો ઘટાડો આવશે. અધિકારીઓ અનુસાર, TMR પર કોઇપણ રીતનો નિર્ણય લેવા પહેલા દવા ઉદ્યોગના વિચારો સાંભળવામાં આવે છે.
દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જે કિંમત પર દવાઓ વેચે છે અને ગ્રાહક જે કિંમત પર દવાઓ ખરીદે છે તેને ટ્રેડ માર્જીન કહેવાય છે. જેમ જેમ દવાની કિંમત વધે છે તેમ તેમ દવાનું ટ્રેડ માર્જીન પણ વધે છે. દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસેથી ગ્રાહક સુધી દવા પહોંચતા પહોંચતા દવાઓ હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે પહોંચે છે. જો NPPA પહેલા દવાઓની કિંમતો ઓછી થાય છે તો દેશની એક મોટી આબાદીને રાહત મળી શકે છે. સરકાર પણ દવાઓની કિંમતોને કાબૂમાં લેવા માટે જેનેરિક દવાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી રહી છે.
દવાના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકાર પગલા ઉઠાવી રહી છે અને તે જેનેરિક દવાના ઉપયોગ વિશે પણ જાહેર જનતાને જાગૃત કરી રહી છે. જેનેરિક દવાના ઉત્પાદન માટે સરકાર સબસીડી પણ આપી રહી છે અને તે મોટા શહેરોમાં જેનેરિક દવાના રીટેલ આઉટલેટના વિસ્તાર પાછળ પણ ધ્યાન આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp