સિક્કિમમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે હાલત ખરાબ, 2000 ટૂરિસ્ટને એરલિફ્ટ કરવા..

PC: ndtv.com

સિક્કિમમાં સતત વરસાદ અને ભૂસ્ખલનથી સ્થિતિ બગડી ગઈ છે. ઉત્તરી સિક્કિમ તબાહ થઈ ગયું છે. અહી અત્યારે પણ 2,000 પર્યટક ફસાયેલા છે. સતત વરસાદના કારણે મંગનથી લાચુંગ સુધી ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનથી રોડ પરિવહન પૂરી રીતે પ્રભાવિત થયું છે. સિક્કિમ પ્રશાસન તરફથી પર્યટકોને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહી સુધી કે પર્યટકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટર પણ તૈયાર છે, પરંતુ ખરાબ વાતાવરણના કારણે એરલિફ્ટ સંભવ થઈ શકતું નથી.

સોમવારે લગભગ 50 પર્યટકોને કોઈક પ્રકારે અસ્થાયી માર્ગોથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા અને ગંગટોક લઈ જવામાં આવ્યા હતા. હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉત્તરી સિક્કિમના પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પણ સારી રીતે પહોંચી શકતી નથી. મંગળવારે સવારે વરસાદ અને ભૂસ્ખલન બાદ બંગાળ અને સિક્કિમ બોર્ડર પર ઋષિખોલામાં નેશનલ હાઇવે-10નો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ અગાઉ સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમના મંગન જિલ્લાની બધી શાળા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાતભર થયેલા વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-10 ફરીથી ધ્વસ્ત થઈ ગયો છે. સિક્કિમનો પશ્ચિમ બંગાળ સાથે સંપર્ક તૂટી ગયો છે. વલુખોલા અને લિખુવીર વિસ્તારોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટા પથ્થરો પડી ગયા છે, જેથી રસ્તા પર વાહનવ્યવહાર પૂરી રીતે બંધ થઈ ગયો છે. જો કે, જિલ્લા પ્રશાસન તેજીથી રોડને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અગાઉ સોમવારે બપોરે મંગન જિલ્લાના તુંગમાં ફસાયેલા પર્યટકોને રોડ માર્ગે કાઢવાનું કામ શરૂ થયું હતું. આ ટીમને મંગન જિલ્લા મેજિસ્ટ્રેટ હેમ કુમાર છેત્રીએ લીડ કરી.

કેટલાક વિદેશીઓ સહિત પર્યટક છેલ્લા એક અઠવાડિયાથી લાચુંગ શહેરમાં ફસાયેલા છે. મંગન જિલ્લાના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી રોડ અને સંચાર નેટવર્ક ઠપ્પ થઈ ગયું છે, જેથી દેશના બાકી હિસ્સાથી સંપર્ક તૂટી ગયો છે. BRO મંગન જિલ્લાથી વાહનોના વાહનવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે રોડ નેટવર્કને ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં લગભગ 6 લોકોના મોત થઈ ગયા. પ્રાકૃતિક આપત્તિએ સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડી છે. ઘણા ક્ષેત્રોમાં વીજળી અને ખાદ્ય પુરવઠો અને મોબાઈલ નેટવર્ક બાધિત થઈ ગયા છે.

સિક્કિમમાં સતત વરસાદની અસર બંગાળ અને વિશેષ રૂપે તીસ્તા નદી પર પડી છે. લાચુંગમાં એક ઘર વરસાદના કારણે વહી ગયું. લાચુંગ રોડ વહી ગયો. તીસ્તા સાથે જોડયેલી સિંગતમ, રંગફો (સિક્કિમ) નદી જોખમી સ્તરને પાર કરી ગઈ છે, જેથી લોકો ભયભીત છે. બીજી તરફ સિક્કિમથી આવતું આ પાણી તીસ્તા માં પ્રવેશ કરે છે અને તીસ્તાનું પાણી રોડ પર આવવાથી સંકટ વધી ગયું હતું. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તીસ્તામાં ભૂસ્ખલન અને જળ પ્રવાહના કારણે આખા વિસ્તારની મુશ્કેલી વધી ગઈ હતી. ઘણા ઘરોમાં કીચડ જમા થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp