રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ આસામમાં FIR, શું છે આરોપ?

PC: indianexpress.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ ગુરુવારે આસામ પોલીસે  FIR નોંધી છે. એક ન્યૂઝ એજન્સીએ પોલીસ અધિકારીઓના સંદર્ભે આ જાણકારી આપી. અધિકારીએ કહ્યું કે, 'યાત્રાના રુટમાં બદલાવના કારણે રાજ્યના જોરહાટ શહેરમાં FIR નોંધવામાં આવી છે. યાત્રાની મંજૂરી મુજબ, કે.બી. રોડ તરફ જવાનું હતું, તેની જગ્યાએ યાત્રા શહેરમાં એક અલગ રુટ પર લઈ જવામાં આવી. તેનાથી વિસ્તારમાં અરાજક સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. લોકોની અચાનક ભીડના કારણે કેટલાક લોકો પડી ગયા અને અફરાતરફરી જેવી સ્થિતિ બની ગઈ.'

 અધિકારીએ કહ્યું કે, જોરહાટ સદર પોલીસ સ્ટેશને સ્વતઃ સંજ્ઞાન લેતા આ FIR યાત્રા અને તેના મુખ્ય આયોજક વિરુદ્ધ નોંધવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ, FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યાત્રાએ જિલ્લા પ્રશાસનના માપદંડોનું પાલન કર્યું નથી અને રોડ સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કર્યું. FIRને લઈને કોંગ્રેસે હિમંત બિસ્વા સરમા સરકાર પર પ્રહાર કર્યો છે. વિપક્ષ નેતા દેવબ્રત સૈકિયાએ જણાવ્યું કે, FIR અનાવશ્યક બાધાઓ ઉત્પન્ન કરવાની એક ચાલ છે.

 આ અગાઉ આસામના મુખ્યમંત્રી સરમાએ પણ રૂટને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, અમે કહ્યું છે કે શહેરની અંદરથી જવાનું નથી. મેડિકલ કૉલેજ અને નર્સિંગ હોમ છે. એવામાં જે પણ વૈકલ્પિક રસ્તો માગવામાં આવશે, તેની મંજૂરી આપી દેવામાં આવશે, પરંતુ જો શહેરની અંદરથી જવાની જિદ્દ કરવામાં આવશે તો અમે પોલીસની વ્યવસ્થા નહીં કરીએ. હું કેસ નોંધી લઇશ અને પછી 2-3 મહિનાની સુનાવણી બાદ અમે ધરપકડ કરી લઈશું. ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડ બાદ આસામમાં ગુરુવારે જ પહોંચી. આ દરમિયાન કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શિવસાગર જિલ્લામાં દાવો કર્યો કે દેશમાં કદાચ સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી (હિમંત બિસ્વા સરમા) આ રાજ્ય છે.

 રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X  પર લખ્યું 'આસામ પહોંચીને એટલો જ પ્રેમ મળ્યો જેટલો મણિપુર અને નાગાલેન્ડના લોકો પાસેથી મળ્યો હતો. અમારી આ યાત્રાનું લક્ષ્ય તમારી પીડા, તમારા મુદ્દા અને તમારી સાથે થઇ રહેલા ભયંકર અન્યાયને નજીકથી સમજવાનું છે. આસામ સરકાર ભાજપ રૂપી નફરતના ખાતરથી ઉપજેલો ભ્રષ્ટાચારનો પાક છે. આસામના મુખ્યમંત્રી હિન્દુસ્તાનના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. જેનું માત્ર એક કામ છે નફરતની આડમાં જનતાના પૈસા લૂંટવાનું. પૈસાઓની તાકત આસામના લોકોની શક્તિને ક્યારેય હરાવી નહીં શકે.

 તેમણે આગળ કહ્યું કે, આપણે આ અન્યાય સાથે લડીને એવું આસામ બનાવવાનું છે જ્યાં દરેક હાથમાં રોજગાર હોય અને જેની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક વૈભવ સદા સંપન્ન રહે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં 6,713 કિલોમીટરની ભારત જોડો યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચના રોઈ મુંબઇમાં સમાપ્ત થશે. આસામમાં આ યાત્રા 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને 15 રાજ્યોના 110 જિલ્લાથી થઈને પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp