દીકરો IT ઓફિસર બની ગયો, ખુશીમાં પરિવારજનોએ આપી જોરદાર પાર્ટી, પણ બાજી ઉંધી પડી
ઉત્તર પ્રદેશના કાનપુરથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસે મોડી રાત્રે ચેકિંગ દરમિયન એક નકલી ઇનકમ ટેક્સ અધિકારીની ધરપકડ કરી છે. તે છેલ્લા 8 મહિનાથી નકલી ID કાર્ડ દેખાડીને ઇનકમ ટેક્સ અધિકારી બતાવતો હતો. પૂછપરછમાં ખબર પડી કે તે અધિકારી બતાવીને લોકો પર દબદબો બનાવી રહ્યો હતો. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી તો હકીકત જાણીને પરિવારજનોના હોશ ઊડી ગયા. પકડાઈ ગયેલા નટવરલાલે પોતાના માતા-પિતા, સગા-સંબંધી અને મોહલ્લાના લોકોને ખોટું કહ્યું હતું.
તેણે બધાને કહી રાખ્યું હતું કે તેની આવકવેરા વિભાગમાં નોકરી લાગી ગઈ છે અને તે અધિકારી બની ગયો છે. લોકો પણ તેની વાતમાં આવી ગયા અને તેનું સન્માન કરવા લાગ્યા, પરંતુ 3 એપ્રિલે આરોપીની પોલ ખૂલી ગઈ. કાનપુર પોલીસે આચાર સંહિતા લાગૂ થયા બાદ શહેરમાં ચેકિંગ અભિયાન ચલાવી રાખ્યું છે. 3 એપ્રિલની સાંજના સમયે ACP કલ્યાણપુર ટીમ સાથે રાવતપુર વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા. એવામાં કાળા રંગની કાર આવી, જેમાં મોટી નેમ પ્લેટ લાગી હતી અને તેમાં ભારત સરકાર અને આવકવેરા અધિકારી લખેલું હતું.
પોલીસે પૂછપરછ કરી તો રિતેશ શર્મા નામના આ યુવકે જણાવ્યું કે તે આવકવેરા અધિકારી છે. આ દરમિયાન એક પોલીસકર્મીએ પૂછ્યું કે તે કઇ પોસ્ટ પર ફરજ બજાવે છે તો રિતેશ જવાબ ન આપી શક્યો. શંકા જતા પોલીસકર્મીઓએ તેની સાથે સખ્તાઈ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં આખો ભેદ ખૂલી ગયો. પૂછપરછમાં સામે આવ્યું કે રિતેશ છેલ્લા 8 મહિનાથી નકલી આવકવેરા અધિકારી બનીને ફરી રહ્યો હતો.
એટલું જ નહીં તેણે પોતાના પરિવારજનોને પણ એ બતાવી રાખ્યું હતું કે આવકવેરા વિભાગમાં અધિકારી બની ગયો છે. તેની વાત માનીને પરિવારજનોએ ખુશીમાં પૂજા-પાઠ કરાવ્યો. 200-250 લોકોને ભોજન કરાવ્યું અને સેલિબ્રેશન મનાવ્યું હતું. રિતેશ શર્મા રોજ નોકરીના સમય પર ઘરથી નીકળી જતો અને સાંજે પાછો આવતો. પહેલા તેની પાસે બાઇક હતી, પરંતુ નોકરીની વાત કહીને તેણે પોતાના પિતા પાસેથી કાર લઈ લીધી.
તેણે પિતાને કહ્યું કે, તમારો દીકરો આવકવેરા વિભાગનો અધિકારી છે, સારું નહીં લાગે, જો તે બાઇકથી જશે. રિપોર્ટ્સ મુજબ રિતેશ SSCની તૈયારી કરી રહ્યો હતો. તૈયારી બાદ પણ સિલેક્શન ન થવાના કારણે નકલી અધિકારી બનવાની યોજના બનાવી. હાલમાં પોલીસ તેની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ આકરી દીધી છે. પોલીસે તેની નકલી નંબર પ્લેટ, નકલી ID કાર્ડ વગરે જપ્ત કરી લીધા છે. સાથે જ છેલ્લા 8 મહિનાના બેંક વિવરણની પણ તપાસ કરી રહી છે કે ક્યાંકથી તેણે છેતરપિંડી તો નથી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp