રેપ થવાના ડરે નથી લાગ્યું કબર પર તાળું અને પાકિસ્તાન નહીં ભારતની છે આ કબર
સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સ પર એક કબર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં લોકો રેપિસ્ટોથી બચાવવા માટે પોતાની દીકરીઓની કબર પર તાળું લગાવી રહ્યા છે. સાથે જ એક ફોટો પણ છે. તેમાં એક કબર પર લીલા રંગની જાળવાળો દરવાજો નજરે પડી રહ્યો છે. જાણકારી મળી રહી છે કે આ ફેક ન્યૂઝ છે. કબર પાકિસ્તાનમાં નહીં ભારતના હૈદરાબાદમાં છે. આ ઘટના સાથે જોડાયેલો એક નવો વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં કબરવાળી જગ્યા પર ઉપસ્થિત એક વ્યક્તિ આખી બાબત પર જાણકારી આપતો નજરે પડી રહ્યો છે. તે કહી રહ્યો છે કે કબરના ગેટના બરાબર સામે બનેલી છે એટલે તેના પર જાળ લગાવી છે. ‘ધ લલ્લન ટોપ’ના ફેક્ટ ચેકર અંશુલ સિંહે વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે તાળું લાગેલી જે કબરને પાકિસ્તાનની બતાવવામાં આવી રહી હતી તે હકીકતમાં ભરતાના હૈદરાબાદમાં ઉપસ્થિત છે. વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે, ‘આ કબર લગભગ દોઢ-બે વર્ષ જૂની છે.
ताला लगी जिस क़ब्र को पाकिस्तान का बताया जा रहा था वो असल में भारत के हैदराबाद में मौजूद है. pic.twitter.com/GqEOKewnZZ
— Anshul Singh (@anshulsigh) April 30, 2023
તેને કમિટીની મંજૂરી વિના બનાવવામાં આવી હતી. રસ્તો પણ બંધ થઈ ગયો હતો. 8 દિવસ સુધી મસ્જિદમાં વાતચીત થઈ કે આ દરવાજા સામે ન બનવી જોઈતી હતી. અહી રસ્તો છે. ગેટ સામે કબર છે એટલે જાળ લગાવવામાં આવી છે.
કબર ઉપર જાળી લગાવવાનો વધુ એક કારણ બતાવતા વ્યક્તિએ કહ્યું કે, કબર પર જાળ એટલે પણ જાળ લગાવવામાં આવી કેમ કે કેટલાક લોકો પૂછ્યા વિના જૂની કબરમાં નવા શબ દફનાવી રહ્યા છે. જેની પહેલાથી કબર છે તેના પરિવારજનો નિરાશ થાય છે. કોઈ એમ ન કરી શકે એટલે જાળ નાખી દેવામાં આવી. આ કબર ભારતમાં જ છે. હૈદરાબાદની દરાબજંગ કોલોનીમાં છે. સોશિયલ મીડિયા પર ઘણા અન્ય ફેક્ટ ચેક કરનાર લોકોએ તાળાવાળી કબરની વાયરલ ફોટોની હકીકત સામે રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp