ભાઇને રણજી ટીમમાં સામેલ કરવા માટે નાનાભાઇએ એવો જુગાડ કર્યો કે પપ્પા પણ જેલમાં

PC: newstrack.com

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA)માં ખેલાડીઓની પસંદગીને લઇને ઘણી વાર સવાલ ઉઠતા રહ્યા છે. આ વખતે પણ ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં પોતાના મોટા ભાઇની પસંદગી કરવા માટે કાનપુરમાં નાના ભાઇએ પ્રદેશના ચીફ સેક્રેટરી બનીને UPCAના અધિકારીઓને ફોન કર્યો. રાજ્યના ચીફ સેક્રેટરી દુર્ગા પ્રસાદ મિશ્રાના નામથી તેણે UPCAના સેક્રેટરી પ્રવિણ ગુપ્તાને મેસેજ કરીને પોતાના ભાઇની પસંદગી કરવાનો દબાવ બનાવ્યો. તેના માટે તેણે ચીફ સેક્રેટરીના નામથી એક ફોન કર્યો. આ અંગે પોલીસે તપાસ કરી અને ત્યારબાદ બે ભાઇઓ સહિત તેમના પિતાની પણ ધરપકડ કવામાં આવી છે.

કાનપુરના બર્રાના રહેવાસી અટલ મિશ્રા અકાઉન્ટન્ટ છે. તેનો મોટો દીકરો ઇશાંત મિશ્રા વર્ષોથી ઉત્તર પ્રદેશની ટીમમાં પસંદગી પામવા માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ તેનું ક્યાંય સિલેક્શન થઇ શક્યું નથી. આ દરમિયાન તેને ક્યાંકથી ખબર પડી કે ઉત્તર પ્રદેશના કોઇ અધિકારી UPCAના પદાધિકારીને ફોન કરે તો કામ જલદી થઇ જાય છે. તેની ચર્ચા તેણે નાના ભાઇ સાથે કરી. નાના ભાઇ અંશે તેના માટે પ્લાન બનાવ્યો અને તેણે ક્યાંકથી UPCAના સેક્રેટરી પ્રવિણ ગુપ્તાનો નંબર મેળવ્યો.

ત્યારબાદ અંશે પ્રવિણ ગુપ્તાના નંબર પર ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરી દુર્ગા પ્રસાદ મિશ્રણ નામથી એક મેસેજ મોકલ્યો કે, ઇશાંત મિશ્રાની ટીમમાં પસંદગી કરી લેવામાં આવે. ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવના નામથી આવેલા મેસેજની જાણકારી કાનપુર પોલીસને આપવામાં આવી. કાનપુર પોલીસે બે દિવસ સુધી આ અંગે તપાસ કર્યા બાદ ચીફ સેક્રેટરીના નામથી નકલી મેસેજનો સહારો લઇને ઇશાંત મિશ્રાને ટીમમાં સિલેક્ટ કરવાનો દબાવ બનાવવાના આરોપમાં બે ભાઇઓ સહિત તેમના પિતાની ધરપકડ કરી છે.

બર્રા પોલીસ સ્ટેશનના SP અભિષેક પાંડેએ કહ્યું કે, પિતા અને બંને દીકરાઓને ચીફ સેક્રેટરીના નામ પર નકલી મેસેજનો સહારો લઇને UPCAની ટીમમાં સિલેક્શન કરવા માટે દબાવ બનાવવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. SPનું કહેવું છે કે આ કેસમાં પોલીસ તરફથી FIR નોંધવામાં આવી છે કેમ કે આ લોકો ચીફ સેક્રેટરીના નામ પર નકલી મેસેજ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચીફ સેક્રેટરીના નામથી નકલી મેસેજ મોકલવો જરાય ઉચિત નથી, પરંતુ આ મામલામાં UPCA પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

UPCAમાં સિલેક્શન પર મોટા ભાગે સવાલ ઉઠતા રહે છે. ઓક્ટોબરના મહિનામાં જ UPCAના પદાધિકારીના નામ પર સોશિયલ મીડિયા પર કેટલાક ઓડિયો વાયરલ થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, UPCAમાં ટીમ સિલેક્શન માટે તમે 30 લાખ આપો. સિલેક્ટર કંઇ નહીં કરે, ટીમ ક્યાંક દૂરથી ફાઇનલ થાય છે. આ વાયરલ ઓડિયોને લઇને UPCA તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ફેક ઓડિયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp