મહાઠગ કિરણ પટેલને પણ ટપી જાય તેવો ગઠીયો ગુજરાતમાંથી પકડાયો

મહાઠગ કિરણ પટેલનું નામ તમને યાદ હશે, PMOના અધિકારી હોવાનું કહીને જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરીટી સાથે બિન્દાસ્ત ફરતો હતો. હવે કિરણ પટેલને પણ ટપી જાય તેવો એક ગઠીયો ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.

સરકારી ઓફિસોમાં રો ના અધિકારી કે કોઇક બીજી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને ઘુસી જનારા ભરત છાબડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ભરત છાબડા થોડા સમય પહેલા જમ્મુમાં આવેલા વૈષ્ણો દેવી મંદિરમાં સિક્યોરિટી સાથે ગયો હતો ત્યારે એક અધિકારીને શંકા જતા તેમણે PMOને જાણ કરી હતી. ભરત છાબડા સામે અમદાવાદમાં 4 ગુના નોંધાયેલા છે એટલે PMO તરફથી ભરતની સામે તપાસ કરવાની સુચના આપવામાં આવી હતી.

હરિયાણામા જન્મોલ ભરત પોલીસ કર્મીઓ પાસેથી ટ્રાન્સફર કરવાનના 5,000થી 50,000 ઉઘરાવતો હતો. તે હોટલમાં જતો તો સરકારી અધિકારી કહીને બિલ પણ નહોતો ભરતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp