સીમા હૈદર અને સચિનની વધી મુશ્કેલી, લગ્ન કરાવનાર પંડિતને કોર્ટે મોકલી નોટિસ

PC: npg.news

પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવીને લગ્ન કરનારી સીમા હૈદરની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. સીમા અને સચિને પોતાના લગ્નની વર્ષગાંઠ મનાવી હતી, જેને સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે કોર્ટમાં અરજી દાખલ કરીને પડકાર આપ્યો હતો. આ કેસમાં કોર્ટે સીમા અને સચિનના લગ્ન કરાવનાર વકીલ એ.પી. સિંહ, પંડિત અને જાનૈયાઓને નોટિસ મોકલી છે. ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, તેમની અરજી જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટ સ્વીકારી લીધી છે.

કોર્ટે લગ્ન કરાવનારા પંડિતને સમન્સ પાઠવ્યા છે. એ સિવાય ગુલામ હૈદરે સીમા સાથે ભારત આવેલા પોતાના સગીર બાળકોના ધર્મ પરિવર્તન પર પણ સવાલ ઉઠાવ્યો છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 27 મેના રોજ થશે. ગૌતમ બુદ્ધ નગરની ફેમિલી કોર્ટે સીમા, સચિન, એ.પી. સિંહ, પંડીર અને જાનૈયાઓને 25 મેના રોજ હાજર થવા કહ્યું છે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, જો આ બધા 25 મેના રોજ હાજર થતા નથી તો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એકતરફી સુનાવણી થઈ શકે છે.

સીમા હૈદરનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર જલદી જ ભારત આવી શકે છે. ગુલામના વકીલ મોમિને જણાવ્યું કે, જલદી જ જુબાની આપવા માટે તે ભારત આવી શકે છે. ગુલામ પાસે પૂરતા પુરાવા છે, જેને તે કોર્ટમાં રજૂ કરશે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, કાગળોમાં આજે પણ સીમા હૈદરની પત્ની છે, તો પછી કયા આધાર પર આ બધા સીમાને સચિનની પત્ની કહે છે. જે ગેરકાયદેસર છે. સીમા હૈદરને સચિનની પત્ની કહેવા પર આ બધા લોકોને નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ અગાઉ ગુલામ હૈદરે સીમા હૈદર અને સચિન મીણાને 6 કરોડની માનહાનિની નોટિસ મોકલી હતી. ભારતમાં ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે આ નોટિસ મોકલી હતી. એટલું જ નહીં મોમિન મલિકે સીમા હૈદરના વકીલ એપી સિંહને પણ 5 કરોડની નોટિસ મોકલી હતી. નોટિસ મોકલીને મલિકે કહ્યું હતું કે, એક મહિનાની અંદર ત્રણેય માફી માગે અને દંડ જમા કરાવે નહીં તો ત્રણેય પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp