PKએ નીતિશ કુમાર પર આપ્યું જોરદાર નિવેદન -કહ્યું પીએમ તો શું સીએમ પણ...
ચૂંટણી રણનીતિકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન સાધીને કહ્યું છે કે તેમની પ્રધાનમંત્રી બનવાની વાત તો દૂરની છે, તેમનું મુખ્યમંત્રી પદ પણ અત્યારે તો મુશ્કેલીમાં છે. એક જમાનામાં નીતિશ સાથે ખાસ સંબધ ધરાવનાર પ્રશાંત કિશોરે કહ્યું કે, તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનાવી જેવા જોઇએ.
જન સુરાજ ના સંસ્થાપક પ્રશાંત કિશોરે (PK) ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો છે. તેમણે બિહારના મુખ્યમંત્રી તેજસ્વીને બનાવવાની મુખ્યમંત્રી નીતિશને સલાહ આપી છે, જેથી 2025 સુધીમાં તેજસ્વી યાદવને ત્રણ વર્ષ સુધી કામ કરવાનો મોકો મળે અને રાજ્યની જનતા તેના આધારે તેમને મત આપવાની તક મળે. CM નીતીશ કુમાર પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું કે 2020ની ચૂંટણી પછી સત્તારૂઢ ગઠબંધનમાં RJD સૌથી મોટી પાર્ટી છે JDU નહીં.
પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું કે, બિહાર નીતિશ કુમારની જાગીર નથી, જેને પોતાનો ચહેરો બનાવવો હોય તેને બનાવી લે. મને ક્યાંય નીતીશ કુમારના વડાપ્રધાન બનવાની ચર્ચા સાંભળવા મળતી નથી. તેમની વિશ્વસનિયતા આજની તારીખમાં એવી થઇ ગઇ છે કે વડાપ્રધાન બનવું તો દૂર, બિહારના CM તરીકે રહેવા પર પણ સંકટ છે.
નીતિશ કુમાર પર પ્રહાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, સાહબે કહ્યું હતું કે હું જ્યારે સરકારમાં આવીશ, ત્યારે પ્રથમ કેબિનેટમાં જે નિર્ણય પર સહી કરીશ તેના પર યુવાનોને 10 લાખ નોકરીઓ મળશે. PK એ કટાક્ષ કરતા કહ્યું કે, કેબિનેટમાં ત્રણ મહિનાથી વધુ સમય છે થઇ ગયો છે શું પેન સુકાઈ ગઈ છે કે તૂટી ગઈ છે તે તો નીતિશ કુમાર કે તેજસ્વી યાદવ જ કહેશે. તેમણે કહ્યું કે આ ખોટા વાયદા કરવા અને લોકોને ગેરમાર્ગે દોરીને વોટ લેવા તેમની જૂની આદત છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે,નીતીશ કુમારના ચહેરા અને તીરના બટનથી કોઈ ચૂંટણી જીતવાનું નથી, આ પાર્ટી ટકી શકશે નહીં. નીતિશ કુમારે પોતે પણ તે સ્વીકાર્યું છે. તેઓ જે ચહેરા પર ચૂંટણી લડવા માંગે છે તેને જવાબદારી આપવી જોઇએ, આગળ વધારવા જઇએ.જેથી જનતા જોઈ શકે કે તેજસ્વી યાદવ પાસે કેટલી ક્ષમતા છે. તે કેટલી સારી રીતે સરકાર ચલાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp