ખેડૂતની દીકરીએ UPSCમાં 7મો રેન્ક મેળવ્યો,ભાઈ એન્જિનિયર,બહેનો લેક્ચરર-બેંક મેનેજર

PC: uptak.in

કહેવાય છે કે મહેનત કરનારા ક્યારેય હારતા નથી, સફળતા તેમના પગલે ચાલે છે. ઉત્તર પ્રદેશના બાંદાના એક ખેડૂત પરિવારે કરી બતાવ્યું છે. 22 વર્ષ પહેલા ખેડૂત પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા માટે પોતાનો ઘર પરિવાર છોડીને બીજા રાજ્યમાં સ્થાયી થયો હતો, જેના કારણે તેની પુત્રીઓએ તે કર્યું જે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. દીકરીની પ્રથમ પ્રયાસમાં જ UPSCમાં પસંદગી થઈ છે, જેના કારણે પરિવારની ખુશીનો પાર નથી. ચાલો જાણીએ ખેડૂત પરિવારના સંઘર્ષ અને સફળતાની કહાની.

હકીકતમાં, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ તાજેતરમાં જિયો-સાયન્ટિસ્ટ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં ખેડૂત અનિલ અવસ્થીની પુત્રી રાધા અવસ્થીએ પ્રથમ પ્રયાસમાં 7મો રેન્ક મેળવ્યો છે. UPSCના પરિણામ પછી ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ છે. અભિનંદન પાઠવતા સંબંધીઓ અને પડોશીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે.

ગ્રામીણ કોતવાલી વિસ્તારના નાના ગામ પચનેહીના રહેવાસી ખેડૂત અનિલ અવસ્થીએ જણાવ્યું કે, તેમને એક પુત્ર અને 3 પુત્રીઓ છે. 2001માં, તેણે પોતાનો ઘર પરિવાર છોડી દીધો અને લખનઉમાં આવી ગયા હતા, જ્યાં તે ભાડેથી રહેતા હતા અને તેમના બાળકોને ભણાવતા હતા અને હવે તેઓ સફળ છે. લખનઉ જવાનો હેતુ માત્ર બાળકોનું ભવિષ્ય સુધારવાનો હતો, ઘરમાં ખેડૂત અને તેની પત્ની દિવસ-રાત બાળકોના ભણતર પર ધ્યાન આપતા. પત્ની ગૃહિણી છે, જે MA પાસ છે. ખેડૂત પણ કાયદા અને અન્ય ઘણા વિષયોમાં MA છે.

તેણે વધુમાં જણાવ્યું કે, ઘર છોડ્યા પછી તેના ચાર બાળકોનું ભવિષ્ય હવે અંધકારમાંથી પ્રકાશમાં આવી ગયું છે. દીકરો ગુજરાતમાં ક્લાસ 1 એન્જિનિયર છે, મોટી દીકરી ઇન્ટર કૉલેજમાં લેક્ચરર છે, બીજી દીકરી બૅન્ક મેનેજર છે અને હવે ત્રીજી દીકરી રાધા અવસ્થીની UPSCમાં પસંદગી થઈ છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે લખનઉમાં રહે છે.

વધુમાં જણાવ્યું કે દીકરીનું પ્રાથમિક શિક્ષણ લખનઉમાં થયું, ત્યારપછી તેણે લખનઉથી B.Sc પણ કર્યું. ત્યારપછી તેણે કેન્દ્રીય વિદ્યાલય સાગરમાંથી M.Tec કર્યું. રાધા M. Tec દરમિયાન ત્યાં જ રહી અને UPSC પરીક્ષાની તૈયારી કરી. તે તેની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે કે, તેણે પ્રથમ પ્રયાસમાં જ UPSC જિયો-સાયન્ટિસ્ટની પરીક્ષામાં સફળતા મેળવી છે. રાધાની સફળતા પછી ઘરમાં ખુશીનો માહોલ છે, દીકરીએ પણ પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે.

દીકરી રાધા અવસ્થી કહે છે કે, એવું કયું કામ છે જે દીકરીઓ નથી કરી શકતી, માત્ર મહેનતની જરૂર છે. તેણે દીકરીઓને સામાન્ય જ્ઞાનની નવી સામગ્રી સાથે પુસ્તકના મહત્વના મુદ્દાઓ નોંધીને તૈયારી કરવાનું સૂચન કર્યું, યાદ રાખવાને બદલે, નવી સામગ્રીને સમજવા માટે વાંચો, તમને કોઈપણ સંજોગોમાં સફળતા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp