દીકરીના લગ્નનો સામાન બચાવવા પિતા-પુત્ર આગમાં કુદી પડ્યા, ડોલીને બદલે નિકળી અર્થી
ઉત્તર પ્રદેશના કન્નૌજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે ઘરમાંથી ડોલી ઉઠવાની હતી ત્યાંથી અર્થી ઉઠી છે. દીકરીના લગ્ન માટે રાખવામાં આવેલો સામાન બળી રહ્યો તેને બચાવવા માટે પિતા-પુત્રએ કશું પણ વિચાર્યા વગર આગમાં કુદકો મારી દીધો હતો, બંને પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમના મોત થયા હતા. શોર્ટ સર્કીટને કારણે ઘરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળેલી માહિતી મુજબ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઘરમાં મીણબત્તીઓ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. મંગળવારે મોડી રાત્રે શોર્ટ સર્કીટને કારણે આગ લાગી અને એ આગમાં દીકરીના લગ્નનો સામાન બચાવવાના ચકકરમાં પિતા-પુત્ર સાથે કરૂણ ઘટના બની ગઇ.
આ ઘટના કનૌજના છિબરામઉ નગરના લાહોરીટોલ શેરીમાં બની હતી. આ શેરીમાં રહેતા અસલમ ખાન ઘરમાં મીણબત્તી બનાવવાનું કામ કરે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોટી માત્રા મીણબત્તીનું કામ ચાલી રહ્યું હતું. 18 ઓકટોબરે અસલમ ખાનની દીકરીના લગ્ન નક્કી થયા હતા. દીકરીના લગ્નની તૈયારીમાં આખો પરિવાર જોડાયેલો હતો.
લગ્નના દિવસો નજીક હોવાથી તેમના ઘરમાં દીકરીના લગ્નનો પુરો સામાન ભર્યો હતો. મોડી રાત્રે શોર્ટ સર્કીટને કારણે ઘરમાં આગ લાગી તો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. સામાનને બળતો જોઇને અસલમ ખાન, તેમના બે પુત્રો આશૂ અને સોનૂ પણ સામાન બચાવવા માટે આગમાં કુદી પડ્યા હતા. પરંતુ કમનસીબે પિતા અને બંને પુત્રો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ પિતા અસલમ અને પુત્ર આશૂના મોત થઇ ગયા છે. જ્યારે બીજો પુત્ર સોનૂ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
અસલમના પરિવારમાં પત્ની રોશન બેગમ સિવાય ત્રણ પુત્રીઓ પણ છે. એક પુત્ર હોસ્પિટલમાં દાખલ છે જ્યારે એકનું મોત થયું છે. અસલમ અને આશૂના મોતના સમાચાર મળતા જે પરિવારમાં ખુશીનો માહોલ હતો ત્યાં માતમ છવાઇ ગયો હતો.
SDM ઉમાકાંત તિવારીએ કહ્યું હતું કે, ઘરમાં મીણબત્તી બનાવવાનું કામ ચાલતું હતું. શોર્ટસર્કીટને કારણે આગ લાગી હતી. થોડા દિવસો પછી તેમની દીકરીના લગ્ન હતા. SDMએ કહ્યું કે પરિવારને આર્થિક મદદ મળી રહે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો કે પરિવાર પર તો આભ તુટી પડ્યું છે જે ઘરમાંથી દીકરીની ડોલી ઉઠવાની તૈયારી ચાલતી હતી તે ઘરમાં પિતા-પુત્રની અર્થી નિકળી તો પરિવારના લોકોના આંસૂ રોકાતા નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp