26th January selfie contest

ઘરે-ઘરે પેપર નાંખતા પિતાનો દીકરો મેટ્રિકમાં બન્યો ઝારખંડ ટોપર

PC: livehindustan.com

જમશેદપુરના બિષટુપુર શ્રી રામકૃષ્ણ મિશન સ્કૂલના વિદ્યાર્થી અભિજીત શર્માએ મેટ્રિકમાં સ્ટેટ ટોપર બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. તેના પિતા અખિલેશ શર્મા ન્યૂઝ પેપર વેચે છે અને તના પછી સુથારીનું કામ ઘરે ઘરે જઈને કરે છે. ઘણી મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચાલે છે. મા તિલોકા શર્મા ગૃહિણી છે. શાસ્ત્રીનગરના બ્લોક નંબર ચારમાં એક નાનકડા ભાડાના ઘરમાં તેઓ રહે છે. ઘરનું ભાડું 3500 રૂપિયા છે. અભિજીતના પિતા ન્યૂઝ પેપર વેચી અને સુથારી કામ કરીને દરેક મહિને 10-12 હજાર રૂપિયા કમાય છે. તેમાંથી આખો પરિવાર ચાલે છે. અભિજીતે કુલ 500 નંબરમાં 490 અંક પ્રાપ્ત થયા છે. હિંદીમાં 100, ગણિતમાં 100, વિજ્ઞાનમાં 99, સોશિયલ સાયન્સમાં 97, અંગ્રેજીમાં 94 અંક મળ્યા છે. અભિજીતે કહ્યું છે કે, તે સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છે છે. બાલ્ડવિનમાં 11માં ધોરણમાં એડમિશન લીધું છે. શાસ્ત્રીનગરમાં જ આખો પરિવાર રહે છે. નવમા ધોરણ સુધી તેણે કોઈ ટ્યૂશન લીધું ન હતું. પરંતુ મેટ્રિકની પરીક્ષાના થોડાં મહિનાઓ પહેલા જ તેણે ટ્યૂશન લીધું હતું.

મેટ્રિકની પરીક્ષાના સ્ટેટ ટોપર છાત્ર અભિજીત શર્માની સ્ટોરી સંઘર્ષભરી છે. કદમાન ભાટિયા પાર્કની નજીક આવેલા પેટ્રોલ પંપની પાછળ રહેતો અભિજીત એકનો એક દીકરો છે. તેના પિતા તેને ટાટા સ્ટીલની એપ્રેન્ટીસ સ્પર્ધામાં ભાગ લેવડાવીને કંપનીનો કર્મચારી બનાવવા ઈચ્છે છે. પરંતુ પુત્ર સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. આથી મેટ્રિક પાસ કર્યા પછી બાલ્ડવિન સ્કૂલમાં સાયન્સમાં એડમિશન લીધું છે. તેની મહેનત અંગે વાત કરતા તેના પિતા જણાવે છે કે, મારા દીકરાએ સતત ભણવા પર જ ધ્યાન આપ્યું છે. તેની શિક્ષાને લઈને તેઓ હંમેશાં ચિંતિત રહેતા હતા. કોરોનાકાળમાં તેમની સ્થિતિ સૌથી ખરાબ થઈ હતી. તેમની પાસે ખાવા માટે પણ નહોંતુ. માટે જે દાન આપતું હતું તેમને ત્યાં જઈને રાશન લાવતા હતા અને ઘર ચલાવતા હતા.

તેમ છતા છોકરાના ભણતર પર તેની અસર પડવા દીધી ન હતી. ઉધારના પૈસા લઈને મોબાઈલ ખરીદ્યો હતો જેથી અભિજીત ભણી શકે. છોકરાએ પણ એટલી જ મહેનત કરી છે. હવે મેટ્રિકમાં સ્ટેટ ટોપર બન્યા પછી લોકોના ફોન આવતા તેઓ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. માતા જણાવે છે કે, અમે તેના મિત્ર જેવા છીએ અને તે બધી વાતો અમારી સાથે શેર કરે છે. ભણતર જ અમારા જીવનને રોશન કરશે અને અમારો છોકરો અમારું નામ રોશન કરશે તેવી ખાતરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp