કોણ છે શિવસેના ભવનના અસલી માલિક? ઉદ્ધવ કેમ્પને અહીં પણ મળી શકે છે હાર
મહારાષ્ટ્રમાં હવે ફરી એક વખત રાજકીય પારો ચડી ચૂક્યો છે. ચૂંટણી પંચ દ્વારા શિંદે ગ્રુપને શિવસેનાનું ચિહ્ન અને નામ મળ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં નિવેદનબાજી અને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે, શિંદે ગ્રુપ શિવસેના ભવન પર પણ પોતાનો દાવો કરી શકે છે. જો કે, બધાના નામના એવો સવાલ છે કે શિંદે ગ્રુપને નામ અને નિશાન મળ્યા બાદ હવે શિવસેના ભવન પર કોનો હાધિકાર હશે?
શિવસેના ભવન સત્તાવાર રીતે શિવસેનાની ઓફિસ છે અને બધી બેઠકો અહીં થાય છે. આ ઠાકરે ફેમિલીની અંગત પ્રોપર્ટી નથી, પરંતુ ઓફિસના નામ પર રજિસ્ટર્ડ છે. આ સ્થિતિમાં એકનાથ શિંદે ગ્રુપને શિવસેના ભવન મળી શકે છે. ઉદ્ધવ ઠાકરે પોતાના બધા ધારાસભ્યો અને સાંસદો સાથે આ બપોરે 1:00 વાગ્યે માતોશ્રી પર બેઠક કરશે. આ બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા થશે. ચૂંટણી પંચે શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા ગ્રુપને ‘શિવસેના’ નામ અને તેનું ચૂંટણી ચિહ્ન ‘તીર-કામઠું’ આપી દીધું. તેને ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
3 સભ્યોના પંચે એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામા આવેલી જૂની અરજી પર સર્વસંમતીના આદેશમાં કહ્યું કે, તે ધારાસભ્ય દળમાં પાર્ટીની સંખ્યા બળ પર નિર્ભર હતું, જ્યાં મુખ્યમંત્રીને 55માંથી 40 ધારાસભ્યો અને 18માંથી 13 લોકસભાના સભ્યોનું સમર્થન મળેલું હતું. આદેશમાં 3 સભ્યોના પંચે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા ગ્રુપને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ અને ‘મશાલ’ ચૂંટણી ચિહ્ન બનાવી રાખવાની મંજૂરી આપી, જે તેને રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પૂર્ણ થવા સુધી મધ્યસ્થ આદેશ સધી આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચૂંટણી પંચ દ્વારા તેમના કેમ્પને વાસ્તવિક શિવસેનાના રૂપમાં માન્યતા આપવાના નિર્ણયને હકીકત અને લોકોની જીત બતાવી. તેમણે ચૂંટણી પંચના નિર્ણયો પર પ્રતક્રિયા આપતા સંવાદદાતાઓને કહ્યું હતુ કે, ‘હું ચૂંટણી આયોગનો આભાર માનું છું. લોકતંત્રતામાં બહુમત મહત્ત્વનું હોય છે. એ હકીકત અને લોકોની જીત છે અને સાથે બાળાસાહેબ ઠાકરેનો આશીર્વાદ પણ છે. અમારી શિવસેના વાસ્તવિક છે.’ આ પહેલી વખત છે જ્યારે ઠાકરે પરિવારે વર્ષ 1966માં બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટીનું નિયંત્રણ ગુમાવી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp