સરકાર રચવા થર્ડ ફ્રન્ટ કોંગ્રેસ સાથે સમજૂતી કરવા તૈયાર, પરંતુ મુકી આ શરત

PC: news18.com

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ કહ્યું છે કે, થર્ડ ફ્રન્ટ કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવા તૈયાર છીએ, પરંતુ કોંગ્રેસને નેતૃત્વ સોંપવામાં નહીં આવે. રાવ છેલ્લા એક વર્ષથી બિન-કોંગ્રેસ-બિન-BJP મોરચો બનાવવાની કોશીશ કરી રહ્યા છે. આ માટે, તેમણે કેટલાક પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે. તાજેતરમાં તેઓ DMKના પ્રમુખ સ્ટાલિનને પણ મળ્યા હતા. જોકે, કોંગ્રેસ સાથેની બેઠકમાં કોઇ પરિણામ મળ્યું ન હતું.

TRS પ્રવક્તા રસૂલ ખાને કહ્યું હતું કે, પોતાની પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વવાળાં ફ્રન્ટ સાથે સમજૂતી કરવા માટે તૈયાર છે. રાવ માને છે કે થર્ડ ફ્રન્ટ સરકારને દોરી જશે અને ચલાવી લેશે.

ખાને જણાવ્યું હતું કે, ત્રીજા મોરચાની બેઠકો સરકાર રચવા માટે જરૂરી બેઠકો કરતા ઓછી આવે છે, કોંગ્રેસે બહારથી ટેકો આપવાના વિકલ્પ વિશે વિચાર કરવો પડશે. પરંતુ સરકાર ત્રીજા મોરચા દ્વારા ચલાવવામાં આવશે. કોંગ્રેસનો બહારથી ટેકો રહેશે અને વડાપ્રધાન પદનો ઉમેદવાર પ્રાદેશિક પક્ષોમાંથી હશે.

TRS પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તેમની સાથે વાત કરવા તૈયાર છીએ અને જોઇએ કે તેઓ અમને ટેકો આપવા માટે તૈયાર થાય છે કે નહીં. જોકે, થર્ડ ફ્રન્ટ કોઈપણ સ્થિતિમાં BJPને ટેકો આપશે નહીં. અમે ભાજપ વિરોધી છીએ. BJP સાથે કંઇપણ રાખવા નથી માંગતા. તેમને ટેકો આપીશું નહીં અથવા તેમનો ટેકો લઇશું પણ નહીં. આ રાવનો અભિપ્રાય પણ આ જ છે.

ખાને જણાવ્યું હતું કે, SP, BSP, YSR, DMK અને TRS આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે, પરંતુ કોંગ્રેસ 100 બેઠકો પાર નહીં કરે. જો કોંગ્રેસ 180-200 બેઠકો જ જીતે તો DMK પણ ત્રીજા મોરચાની સાથે આવશે. અમે ડાબેરી પક્ષો સાથે પણ વાત કરવાનું શરૂ કર્યું છે, તેઓ કેરળમાં અને કેટલાક અન્ય સ્થળોએ સારી કામગીરી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp