ઇન્સ્ટા પર પાક. યુવતી સાથે થયો પ્રેમ, યુવકે ભારત સરકારને કરી આ ખાસ અપીલ

PC: depositphotos.com

પ્રેમમાં લોકો બધી હદો પાર કરી દેતા હોય છે, પરંતુ હવે લોકો પ્રેમ માટે સરહદો પાર કરવા લાગ્યા છે. એવા ઘણા કિસ્સા આપણી સામે આવતા રહે છે. સાથે જ સોશિયલ મીડિયાવાળા પ્રેમ બાબતે પણ આપણે સાંભળતા કે વાંચતા રહીએ છીએ. એવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક ભારતીય યુવકને પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો, એ પણ ઇન્સ્ટાગ્રામ પર. હવે એ યુવકે ભારત સરાકરને એક ખાસ અપીલ કરી છે. ચાલો જાણીએ કે તેણે ભારત સરકારને શું અપીલ કરી છે.

કાનપુરના રહેવાસી યુટ્યુબર અને ઈન્ટરનેટ મીડિયા પર્સનાલિટી ખાલીદ અહમદને પાકિસ્તાનના મુલ્તાનની રહેવાસી આયશા સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો છે. વિઝા ન મળવા પર દુબઈ જઈને બંનેએ સગાઈ કરી લીધી. હવે તેણે પાકિસ્તાની મંગેતરને ભારતના વિઝા અપાવવા માટે વડાપ્રધાન અને ગૃહ મંત્રીને અપીલ કરી છે. ખાલીદ અહમદે કાદિયાના સામાજિક કાર્યકર્તા મકબૂલ અહમદ સાથે મળીને ભારત સરકારને મદદ અપાવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.

ખાલિદે જણાવ્યું કે તે યુટ્યુબર છે. ઈન્ટરનેટ મીડિયા પર તેનો ઘણો પ્રભાવ છે. પાકિસ્તાનના મુલ્તાનના રહેવાસી મોહમ્મદ જવાદ જહીરની દીકરી આયશા તેની ફેન હતી. 4 વર્ષ અગાઉ તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેના સંપર્કમાં આવી અને બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. આયશાના માતા-પિતા નથી. તે પોતાની દાદી, કાકા અને 2 ભાઈઓ સાથે મુલ્તાનમાં રહે છે. હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનીઓ માટે ભારતના વિઝા મળવા ખૂબ મુશ્કેલ છે એટલે બંનેએ દુબઈમાં મળવાનો નિર્ણય લીધો. ગત દિવસોમાં આયશા જવાદ પોતાની માસી અને કાકા સાથે તેને મળવા દુબઈ પહોંચી. અહી બંનેએ 1 માર્ચે સગાઈ કરી લીધી હતી. ખાલીદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને E-mail મોકલી છે કે તેની મંગેતર માટે ભારતના વિઝા આપવામાં આવે જેથી તે તેની સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp