રામલલાને જોતા જ ક્યાં ગઈ હતી સૌથી પહેલી નજર? PMએ સંભળાવ્યો રામ મંદિરનો કિસ્સો

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પૂજા અર્ચના કરી હતી. તેના માટે તેમણે 11 દિવસોનું વિશેષ અનુષ્ઠાન પણ રાખ્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેમણે પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસે રામલલાને જોયા તો પહેલી વખત તેમની નજર ક્યાં ગઈ હતી. એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ જણાવ્યું કે, તેમને લાગ્યું કે, જેમ રામલલા તેમને કહી રહ્યા હતા કે હવે સ્વર્ણિમ યુગ અને ભારતનો સમય આવી ગયો છે.

દક્ષિણ ભારતની એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રામલલા સામે પહોંચ્યો તો પહેલી નજર તેમના ચરણો પર ગઈ અને બીજી નજર તેમની આંખો પર ગઈ. ત્યાં જ હું અટકી ગયો. થોડી ક્ષણો સુધી મારું ધ્યાન બસ રામલલા પર જ હતું. મારા મનમાં વિચાર ભાવ પ્રકટ થયા કે રામલલાજી મને કહી રહ્યા છે કે, હવે સ્વર્ણિમ યુગ શરૂ થઈ ગયો છે. ભારતના દિવસ આવી ગયા છે. ભારત આગળ વધી રહ્યો છે. હું જે વ્યક્તિગત અનુભૂતિ કરી રહ્યો હતો, તેને શબ્દોમાં રજૂ નહીં કરી શકાય.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને આરોપ પણ લગાવવામાં આવ્યા કે તેને જાણીજોઇને લોકસભાની ચૂંટણી અગાઉ પ્લાન કરવામાં આવ્યો. આ આરોપો સાથે જોડાયેલા એક સવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, તેના આધાર પર જ રામ મંદિર બનવાનું શરૂ થયું. તેને બનાવનારા લોકો અલગ, ટ્રસ્ટ અલગ હતું. બની શકે કે સમય ઈશ્વરે જ નક્કી કર્યો હોય. નહિતર એ જ સમયે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવો, પછી નિર્માણ શરૂ થવું અને પછી પ્રાણ પ્રતિષ્ઠા થવી. તેમાં કોઈ મનુષ્યનો રોલ જ દેખાતો નથી કેમ કે એક બાદ એક થઈ રહ્યું છે. જેણે જજમેન્ટ આપ્યું તેને પણ ખબર નહીં હોય કે 2024ની ચૂંટણી પહેલા આ મામલો ઊભો થઈ જશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું કે મને અયોધ્યા ટ્રસ્ટ તરફથી નિમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાનને ઘણા નિમંત્રણ આવે છે, પરંતુ આ નિમંત્રણે મને ઝકઝોર કરી દીધો. જ્યારથી નિમંત્રણ મળ્યું, ત્યારથી હું એક પ્રકારે એ આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબતો જતો રહ્યો. મારી પાસે તેને રજૂ કરવાના શબ્દ નથી. મેં નક્કી કર્યું કે, હું 11 દિવસો સુધી અનુષ્ઠાન કરીશ અને એ દક્ષિણમાં ભગવાન રામ સાથે જોડાયેલી જગ્યા છે, ત્યાં સમય વિતાવીશ.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનું શરૂ થયું હતું. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ વિધિ વિધાન સાથે રામ મંદિરના ગર્ભગૃહ રામલલાને પ્રતિષ્ઠિત કર્યા. પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન મોદીએ વિશેષ અનુષ્ઠાન રાખ્યું. આ દરમિયાન તેઓ 11 દિવસના ઉપવાસ પર હતા અને જમીન પર જ સૂતા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂરો થયા બાદ મંચ પર ચરણામૃત પીવાડીને વડાપ્રધાન મોદીનો ઉપવાસ તોડવામાં આવ્યો. આ દરમિયાન દેશભરમાં દિવાળી જેવો માહોલ દેખાયો અને લોકોએ ફટાકડા ફોડતા પોતાના ઘરોમાં દીવા પણ સળગાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp