ટ્રેની IPSને મહિલા ધારાસભ્યએ આપી ધમકી- ઠીક સે રહો, વરના ઔકાત દિખા દૂંગી

PC: intoday.in

છત્તીસગઢ઼ના કસડોલમાં એક મહિલા ધારાસભ્ય અને મહિલા IPS એકબીજા સાથે બાખડી પડ્યા. મામલો એટલો વધી ગયો કે કોંગ્રેસ ધારાસભ્ય શકુંતલા સાહૂએ IPSને ઔકાત દેખાડવાની ધમકી આપી દીધી. આ મામલો બુધવારનો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ટ્રેની IPS અંકિતા શર્મા અને કસડોલની ધારાસભ્ય શંકુતલા સાહૂ ઝઘડતા દેખાઈ રહ્યા છે. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે કોંગ્રેસ ધારાસભ્યએ મહિલા IPSને ઔકાત દેખાડવાની ધમકી આપી દીધી. આ પૂરો મામલો સીમેન્ટ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના પછી ધારાસભ્યના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયું.

બલોદાબાજાર જિલ્લાની એક સીમેન્ટ ફેક્ટરીમાં દુર્ઘટના થઈ હતી. જેમાં એક મજૂરનું મોત થયું હતું. ત્યાર બાદ મજૂરને વળતર અપાવવા માટે શંકુતલા સાહૂના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રદર્શન કરી રહી હતી.

પ્રદર્શનની સૂચના મળતા ટ્રેની IPS અંકિતા શર્મા પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. પ્રશાસનના હસ્તક્ષેપ બાદ પરિવારને તંત્ર અને ફેક્ટ્રી પ્રબંધકોની હાજરીમાં વળતર આપવા માટે સંમતિ બની.

જાણકારી અનુસાર, પરિવાર વળતર અંગે રાજી થતા અંતિમ સંસ્કાર માટે સંમત થઈ ગયા અને ઘટના સ્થળેથી ચાલ્યા ગયા. પણ ધારાસભ્યનું પ્રદર્શન ચાલું રહ્યું. પ્રદર્શન સાંજ થતા થતા ઉગ્ર બની ગયું. ત્યાર બાદ પ્રદર્શનને નિયંત્રણમાં લાવવા માટે ટ્રેની IPS અંકિતા શર્માએ કોંગ્રેસી કાર્યકર્તાઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની સલાહ આપી.

ત્યાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા અને IPSને બાખડી પડ્યા. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં ધારાસભ્યએ IPS અંકિતાને ઠીક સે રહો, વરના ઔકાત દિખા દૂંગીની ધમકી આપી દીધી. ત્યાર બાદ અંકિતા શર્માએ કહ્યું કે, ઔકાતની વાત નહીં કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp