દુનિયાના શ્રેષ્ઠ માપદંડો પ્રમાણે ટેક્સ માળખું બનાવી કેસ ઘટાડવા માટેની કવાયત

PC: india.com

દેશમાં કર વિવાદના કેસોની સંખ્યા ઘટાડવા અને કર અંગેના કાયદાઓ વિશ્વના શ્રેષ્ઠ માપદંડ પ્રમાણે બનાવવા માટે પ્રત્યક્ષ કર સંહિતામાં કેટલીક જોગવાઈઓ કરી શકાય છે. સાથે જ ચેરિટી સંસ્થાઓ પર સકંજો કસવામાં આવશે. ટ્રસ્ટોને આપવામાં આવતી છૂટની શરતો કડક બનાવવાની વિચારણા થઇ રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે, આ ઉપાયો દ્વારા કર વ્યવસ્થા સારી બની શકે તેમ છે અને તેનાંથી કરની આવકમાં કોઇ ફરક નહીં પડશે. 

નાણા મંત્રાલયે પ્રત્યક્ષ કર સંહિતા (DTC) પર એક નવું દળ બનાવ્યું છે. આ પહેલા બનાવાયેલી કમિટીના સભ્યોમાં વિભિન્ન બાબતો પર મતભેદો હતા. આ કમિટી પોતાનો અહેવાલ 26 ફેબ્રુઆરીએ મંત્રાલયને સોંપશે. સુત્રો અનુસાર કમિટી પ્રત્યક્ષ કર કાયદાને નવેસરથી તૈયાર કરી રહી છે. જે કેટલાક વિકસીત દેશો પ્રમાણે ભારતમાં તાત્કાલિક કેસ નિપટાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છે છે. જેથી કરદાતાઓને કેસ દરમિયાન વચ્ચેથી પોતાની અપીલ પાછી ખેંચવાનો વિકલ્પ મળી રહેશે. નવી વ્યવસ્થામાં બીજા કેટલાક રસ્તાઓ પણ સામેલ થઇ શકે છે. જેમાં અપીલ દાખલ કરવા માટેની અવધિ વધારવા, વિવાદ સમાધાન યોજનાને વધુ લલચામણી બનાવવી, વકીલોને પ્રોત્સાહિત કરવા અને વિભાગીય દિશાનિર્દેશો અંગે લોકોને જાગૃત કરવા જેવી બાબતોનો સમાવેશ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2017 સુધીમાં દેશની વિભિન્ન ટ્રીબ્યુનલો, ઉચ્ચ ન્યાયાલયો અને ઉચ્ચતમ ન્યાયાલયોમાં 7.6 લાખ કરોડ રૂપિયાના કર અંગેના કેસો ચાલી રહ્યાં છે. જે ખૂબ જ ગંભીર અને મોટો આંકડો કહેવામાં આવે છે. જેથી પારદર્શકતા ખૂબ જ જરૂરી બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp