ટ્વીન ટાવરને જો બ્લાસ્ટ કરવાની જગ્યાએ લોકો દ્વારા તોડાયા હોત તો 2 વર્ષ લાગી જાત

PC: hindustantimes.com

નોઇડાની સુપરટેકના ટ્વીન ટાવરને 28મી ઓગસ્ટના રોજ તોડી પાડવાની દરેક તૈયારીઓ થઇ ગઇ છે. ટાવર તોડી પાડવાથી સંબંધિત દરેક તૈયારીને અંતિમ રૂપ આપી દેવાયું છે. ટાવરને તોડી પાડતા દરમિયાન બપોરે 2.15 વાગાથી 2.45 વાગા સુધી નોઇડા, ગ્રેટર નોઇડા એક્સપ્રેસ હાઇવેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. તેને વોટર ફોલ ઇમ્પ્લોઝન ટેકનીકથી સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવશે.

ગેરકાયદેસર ટ્વિન ટાવરને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે 3 વિકલ્પ હતા. ટાવરને તોડી પાડવાની કામગીરી કરતી કંપનીએ કહ્યું કે, તેની પાસે કોઇ પણ સ્ટ્રક્ચરને તોડી પાડવા માટે ત્રણ વિકલ્પ છે. ડાયમંડ કટર, રોબોટનો ઉપયોગ અને ઇમ્પ્લોઝનની રીત છે. ઇમારતને તોડી પાડવાની રીત ત્રણ આધારો, પડતર અને સુરક્ષા પર પસંદ કરવામાં આવી છે. ડાયમન્ડ કટર ટેકનીકથી ઇમારતને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં લગભગ બે વર્ષનો સમય લાગી શકે છે અને ઇમ્પ્લોઝન ટેકનીકની પડતર લગભગ 5 ગણી છે. આ ટેકનીક હેઠળ ઉપરથી નીચેની તરફ ક્રેનની મદદથી પ્રત્યેક સ્તંભો, દિવાલો અને બીમને કાપી કાપીને અલગ કરવામાં આવે છે.

આ ઇમારત લગભગ 100 મીટર ઉંચી છે, જે કુતુબ મીનારની ઉંચાઇથી પણ વધારે છે. ઇમારતને તોડી પાડવાનું કામ કરી રહેલા એડફિસ એન્જિનિયરિંગના અધિકારીએ કહ્યું કે, તેને 28મી ઓગસ્ટના રોજ વોટર ફોલ ઇમ્પ્લોઝન ટેકનીકથી સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, એપેક્સ ટાવર અને સિયાન 15 સેકન્ડથી પણ ઓછા સમયમાં પત્તાના મહેલની જેમ તોડી પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, સાથે જ સુનિશ્ચિત કરવામાં આવશે કે, આસપાસની ઇમારતોને નુકસાન નહીં પહોંચે, એક ઇમારત ટ્વીન ટાવરથી ફક્ત 9 મીટરની દૂરી પર સ્થિત છે. એડિફિસ કંપનીના ઉત્કર્ષ મેહતાએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, બન્ને ટાવરો સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે. આસપાસના લોકોને કોઇ પ્રકારની મુશ્કેલી નહીં આવશે. આ દરમિયાન આસપાસની ઇમારતમાં તિરાડ આવી શકે છે, પણ કોઇ મોટુ નુકસાન થવાની સંભાવના નથી.

દેશની સૌથી ઉંચી ભ્રષ્ટાચારની ઇમારત આજે થોડા જ કલાકો બાદ જમીનદોસ્ત થઇ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે બપોરે 2.30 કલાકે તેને તોડી પાડવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે, તેને તોડી પાડવામાં 17 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેને તોડી પાડવાનો ખર્ચ 20 કરોડ રૂપિયા કહેવાઇ રહ્યો છે. ટ્વીન ટાવરને તોડી પાડવાનો ખર્ચ બિલ્ડર જ ભોગવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને તોડી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp