ઔવેસીએ જાણો જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઇદગાહ વિશે શું કહ્યું?

PC: ndtv.com

AIMIMની ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહ વિશે વાત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઔવેસીએ કહ્યું કે હું કોઇને ઉશ્કેરતો નથી.

લોકસભા ચૂંટણી 2024ના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના એકબીજા પર પ્રહારો પણ વધી રહ્યા છે. આ વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મથુરાની જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ મસ્જિદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે.

ઔવેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં લખ્યું છે કે,હું ઉશ્કેરણી નથી કરતો પણ સત્ય કહું છું.આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શું નરેન્દ્ર મોદી પંડિત મદનમોહન માલવિયા કરતા મોટા હિન્દુ છે? ખરેખર, આ વીડિયો ઈન્ડિયા ટીવી પર પ્રસારિત કાર્યક્રમ આપ કી અદાલતનો છે. જેને તેણે કટ કરીને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.

વીડિયોમાં તેમણે કહ્યું કે અમે તો દુધના દાઝેલા છીએ એટલે છાશ પણ ફુંકી ફુંકીને પીએ છીએ. અમે ઉશ્કેરણી નહીં કરીએ પરંતુ માત્ર સત્ય જણાવીશું. હું જે કહું છું તે હકીકત છે. તમે જ્ઞાનવાપી પર આવી ગયા,  તમે મથુરા ચાલ્યા જાઓ. 1965માં હિન્દુ-મુસ્લિમ વચ્ચે સમજૂતી થઈ હતી.

મુસ્લિમોએ 8 એકર જમીન આપી હતી.એ કરાર પર હિંદુઓ વતી પંડિત મદમોહન માલવિયાએ હસ્તાક્ષર કર્યા હતા. શું નરેન્દ્ર મોદી પંડિત મદનમોહન માલવિયા કરતા મોટા હિન્દુ છે? નથી. તેમણે સહી કરી. આજે 2023 માં તમે કહી રહ્યા છો કે ના, તેમને જમીન લેવાનો અધિકાર નથી.

તેમણે સવાલ કરતાં કહ્યું કે,આ દેશમાં ઘા કોણ ખોલી રહ્યા છે? આ દેશને એવા માર્ગ પર લઈ જવા માંગે છે જ્યાં બે ધર્મો વચ્ચે સંઘર્ષ હશે?

આ પહેલીવાર નથી જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર નિવેદન આપ્યું હોય. અગાઉ તેમણે કહ્યું હતું કે મથુરા વિવાદ દાયકાઓ પહેલા મસ્જિદ સમિતિ અને મંદિર ટ્રસ્ટ દ્વારા પરસ્પર સહમતિથી ઉકેલવામાં આવ્યો હતો. હવે આ વિવાદ ફરી ઉભો થયો છે.

હિંદુ પક્ષની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદની નીચે ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિંદુ મંદિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp