લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થયા પછી PM નરેન્દ્ર મોદી ક્યાં જશે તે જાણી લો

PC: tv9hindi.com

લોકસભા ચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો પૂરો થતાં જ PM નરેન્દ્ર મોદી કન્યાકુમારી જવા રવાના થઇ જશે. PM નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ ખાતે ધ્યાન મંડપમમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ધ્યાનમાં મગ્ન રહેશે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર 30 મેના રોજ સાંજે સમાપ્ત થઇ જશે.

2024ની લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થતાં જ PM નરેન્દ્ર મોદી ધ્યાનમા મગ્ન થઈ જશે. PM નરેન્દ્ર મોદી 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ ખાતે ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. વર્ષો પહેલા, આ જ ખડક પર, સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું વિઝન જોયું હતું. આ ભારતનો દક્ષિણ છેડો છે. અહીં ભારતના પૂર્વ અને પશ્ચિમી દરિયાકિનારાનું મિલન થાય છે. હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અહીં મળે છે. આ પહેલા 2019ની ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા PM નરેન્દ્ર મોદીએ કેદારનાથ અને 2014માં શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી.

PM નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2021માં કન્યાકુમારી જતી વખતે પોતાના હેલિકોપ્ટરમાંથી વિવેકાનંદ મેમોરિયલનો એક વીડિયો બનાવ્યો હતો. હવે ચાર વર્ષ પછી PM નરેન્દ્ર મોદી અહીં ધ્યાન કરશે અને આધ્યાત્મિક સાધનામાં લીન થઇ જશે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર 30 મેના રોજ સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર પૂરો થયા પછી PM નરેન્દ્ર મોદી કેદારનાથ પહોંચ્યા હતા. ત્યાર પછી PM નરેન્દ્ર મોદીએ ત્યાં ધ્યાન કર્યું હતું. ત્યારપછી તેમણે કેદારનાથની રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. સૂત્રોનું માનીએ તો, PM નરેન્દ્ર મોદી 30 મેના રોજ પ્રચાર પૂરો થઇ જાય ત્યાર પછી કન્યાકુમારી જવા માટે રવાના થશે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના પ્રચારમાં PM નરેન્દ્ર મોદીની છેલ્લી રેલી પંજાબમાં છે. પંજાબના હોશિયારપુરમાં જનસભાને સંબોધિત કર્યા પછી PM નરેન્દ્ર મોદી સીધા કન્યાકુમારી માટે રવાના થઈ શકે છે. PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પછી કન્યાકુમારીમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. અત્યાર સુધી જે કાર્યક્રમ સામે આવ્યો છે, તે મુજબ PM નરેન્દ્ર મોદી 31 મેના રોજ રાત્રિ આરામ કર્યા પછી વિવેકાનંદ રોક મેમોરિયલ જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp