BJP MLA સુનીલ કાંબલેએ ઓન-ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી દીધો, જુઓ વીડિયો

PC: etvbharat.com

મહારાષ્ટ્રના પુણે શહેરમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય સુનીલ કાંબલે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. શુક્રવારે બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં પુણે કેન્ટોન્મેન્ટ મતવિસ્તારના ધારાસભ્ય સુનિલ કાંબલે સાસૂન જનરલ હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી નીચે આવતા સમયે ફરજ પરના કોન્સ્ટેબલને થપ્પડ મારતા જોવા મળ્યા હતા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલમાં એક પોલીસ અધિકારીને ઉલ્લેખીને જણાવવામાં આવ્યું હતું કે, 'કોન્સ્ટેબલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સુનીલ કાંબલે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353 હેઠળ FIR નોંધવામાં આવી છે. (લોક સેવકને તેની ફરજ નિભાવવાથી રોકવા માટે ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સસૂન જનરલ હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં મહારાષ્ટ્રના DyCM અજિત પવાર પણ હાજર રહ્યા હતા.

વાયરલ વીડિયોમાં BJP ધારાસભ્ય સુનીલ કાંબલે કાર્યક્રમ પછી સીડીઓ પરથી ઉતરતા જોવા મળી રહ્યા છે. અચાનક તે અટકી જાય છે અને તેની બાજુમાં ઉભેલા વ્યક્તિને થપ્પડ મારતો જોવા મળે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિડિયોમાં જે વ્યક્તિને કાંબલે થપ્પડ મારતો દેખાય છે, તે બુંડાગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ હતો. આરોપોને નકારી કાઢતા BJPના ધારાસભ્ય સુનીલ કાંબલેએ કહ્યું કે, 'મેં કોઈ પર હુમલો કર્યો નથી. હું સીડી પરથી ઉતરી રહ્યો હતો, ત્યારે કોઈ મારા રસ્તામાં આવ્યું. હું તેને ધક્કો મારીને આગળ વધી ગયો.'

આ ધારાસભ્ય હાલમાં જ એક અન્ય વિવાદમાં પણ ફસાયા હતા, જ્યારે તેમના પર પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની એક મહિલા કર્મચારીને હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુરુવારે અન્ય એક ઘટનામાં, મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના (શિંદે જૂથ)ના નેતા અબ્દુલ સત્તારે તેના જન્મદિવસ પર આયોજિત એક ડાન્સ શો દરમિયાન પોલીસને બેકાબૂ દર્શકોના 'હાડકાં તોડવા' કહ્યું ત્યારે વિવાદમાં આવ્યા હતા. તેમનો એક કથિત વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે લોકપ્રિય લાવાણી ડાન્સર ગૌતમી પાટિલ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી.

વાયરલ વીડિયો ક્લિપમાં સત્તાર સ્ટેજ પરથી માઈક્રોફોનનો ઉપયોગ કરીને પોલીસને સૂચના આપતા જોઈ શકાય છે. શરૂઆતમાં, તે દર્શકોને બેસવા માટે વિનંતી કરતો જોઈ શકાય છે. જો કે, જ્યારે પરિસ્થિતિ સુધરી ન હતી, ત્યારે તેણે પોલીસને દર્શકો પર લાઠીઓ મારવાની સૂચના આપી હતી. વાયરલ વીડિયોમાં તે પોલીસને કહેતા સાંભળી શકાય છે કે, 'નાટક કરવાવાળાને કૂતરાની જેમ મારો. પાછળ જે લોકો છે તેના પર લાઠીચાર્જ કરો, તેમને એટલા મારો કે તેમની પીઠના નીચેના હાડકાં તૂટી જાય.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp