ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે કોણે લગાવ્યા વડાપ્રધાનના પોસ્ટર?, FIR

PC: hindustantimes.com

દિલ્હીમાં ઘણી જગ્યાએ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદી અને વિજય માલ્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ નીરવ મોદી અને વિજય માલ્યાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર બતાવવામાં આવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસ FIR નોંધી લીધી છે. પોસ્ટરો પર લખવામાં આવ્યું કે, મોદીનો અસલી પરિવાર અને નીચે લખ્યું છે 'ભારતીય યુવા કોંગ્રેસ.' પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ દિલ્હીની સંપત્તિ વિરૂપણ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, હાલમાં પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. નવી દિલ્હી નગરપાલિકા પરિષદના એક અધિકારીની ફરિયાદના આધારે મંગળવારે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ આગળ કહ્યું કે, પોસ્ટરો પર પ્રકાશક કે તેને લગાવનારાનું નામ નહોતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા લાલુ પ્રસાદ યાદવના એ નિવેદનને લઈને પલટવાર કર્યો હતો જેમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે મોદીનો કોઈ પરિવાર નથી. મોદીએ સોમવારે કહ્યું હતું કે, 140 કરોડ ભારતવાસી તેમનો પરિવાર છે.

ભાજપે સોશિયલ મીડિયા પર 'મોદી કા પરિવાર' અભિયાન શરૂ કરીને પોતાના નેતાનું સમર્થન કર્યું છે. ભાજપના ઘણા નેતાઓએ જેવું જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં 'મોદી કા પરિવાર' લખ્યું, ત્યારે કોંગ્રેસે મંગળવારે સવાલ કર્યો કે શું ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદી અને વિજય માલ્યા પણ આ પરિવારનો હિસ્સો છે? હાલમાં પોસ્ટર લગાવનારાઓ પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RJD નેતા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત વિપક્ષી દળોની જન વિશ્વાસ રેલી દરમિયાન વડાપ્રધાન મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યંગ ભર્યા શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી દરેક વખત પરિવારવાદનો મુદ્દો ઉઠાવે છે, એ કેમ નથી બતાવતા કે તેમને કોઈ સંતાન ન થયા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp