મંદિરમાં કરી પૂજા, પ્રસાદ ચઢાવ્યો પછી લડ્ડૂ ગોપાલની મૂર્તિ ચોરી ગયો ચોર

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મંદિરમાંથી લડ્ડૂ ગોપાલની મૂર્તિ ચોરી થઇ ગઇ. સવારે જ્યારે લોકોને ખબર પડી તો તેઓ ચોંકી ગયા. ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ. જેમાં દેખાયું કે કઇ રીતે રાતે અંધારામાં ચોર મૂર્તિ ચોરી કરી રહ્યો છે. પોલીસે મૂર્તિ પ્રાપ્ત કરી લેવાનો દાવો કર્યો છે. પણ લોકોનું કહેવું છે કે આ મૂર્તિ બીજી છે.

ઘટના પ્રવેશ વિહારની છે. જ્યાં રવિવારે રાતે એક મંદિરમાંથી લડ્ડૂ ગોપાલની મૂર્તિ ચોરી લેવામાં આવી. ચોરી પછી મોહલ્લાના લોકોમાં હંગામો થયો. તેમનો આરોપ છે કે પોલીસે જે મૂર્તિ પ્રાપ્ત કરી છે તે અસલી નથી. આ મામલે પોલીસ કશુ પણ બોલવા તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે.

મંદિર સુમન ગર્ગના નિવાસ સ્થાને બન્યું હતું. અહીંથી ચોર મૂર્તિ લઇ ગયો. પરિવાર દુખી છે. આરોપ છે કે રવિવારે પોલીસે આરોપીને પકડી તેની પાસેથી લડ્ડૂ ગોપાલની મૂર્તિ પ્રાપ્ત કરી લીધી. પણ જ્યારે પરિવારે કહ્યું કે પ્રાપ્ત કરેલી મૂર્તિ તેમની નથી, ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો.

પહેલા પૂજા કરી પછી મૂર્તિ ચોરી

સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે, પહેલા ચોરે પૂજા કરી અને ત્યાર પછી તે મૂર્તિ ચોરી ગયો. મોહલ્લાના લોકોનું કહેવું છે કે, 16 વર્ષ પહેલા મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિ ચોરી થયા પછી તે વિસ્તારની મહિલાઓએ પોલીસ સ્ટેશનની બહાર હંગામો કર્યો.

આ ઘટના પર સીઓ સિવિલ લાઇન અરવિંદ ચૌરસિયાએ જણાવ્યું કે, એક આરોપીને પકડ્યો હતો. જેની પાસેથી ઘણી મૂર્તિઓ મળી આવી છે. ઓળખ માટે તે વિસ્તારના લોકોને બધી મૂર્તિઓ દેખાડવામાં આવશે. હાલમાં આ કેસ અંગે તપાસ ચાલી રહી છે.

બીજી બાજુ મહિલાઓએ કહ્યું કે, 3 દિવસ પહેલા મૂર્તિ ચોરી થઇ હતી. પોલીસે મૂર્તિ પ્રાપ્ત કરી લીધી અને તેમને પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પછી મૂર્તિ સોંપવાની વાત કહી છે. પોલીસનું કહેવું છે કે, ચોરો પાસેથી ઘણી મૂર્તિઓ પ્રાપ્ત થઇ છે. એવામાં જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મૂર્તિ પોલીસ સ્ટેશનમાં જ રહેશે.

મેડિકલ પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે, મૂર્તિ ચોરી કરવામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એકનું નામ મોહમ્મદ ચાંદ છે તો બીજાનું નામ પીયૂષ શર્મા છે. બંને કોતવાલી પોલીસ સ્ટેશન ક્ષેત્રના રહેવાસી છે. બંને પાસેથી પોલીસે લડ્ડૂ ગોપાલની મૂર્તિ ઉપરાંત નંદી, શિવજી, ગણેશજી, પાર્વતીજીની મૂર્તિઓ પણ પ્રાપ્ત કરી છે. બંને સાથે પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp