...તો સફેદ પથ્થરથી બનેલી રામલલાની પ્રતિમાની થઇ હોત પ્રાણ પ્રતિષ્ઠા, હવે અહી હશે

PC: aajtak.in

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ હર્ષોલ્લાસ સાથે 22 જાન્યુઆરીએ સ્થાપિત થઈ ચૂકી છે. આ દરમિયાન આખા દેશમાં ઉત્સવનો માહોલ હતો. દરેક મંદિર અને ઘર ઘરમાં રામ નામના દીવા સળગાવવામાં આવ્યા અને દીવાળી મનાવવામાં આવી. મૈસુરના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલા પર નિર્મિત મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે 3 મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં વર્ણન છે નિલાંબુજમ શ્યામ કોમલાંગમ.. એટલે શ્યામ રંગની શ્રીરામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં મોટા ભાગની મૂર્તિઓ સફેદ સંગેમરમર કે અષ્ટધાતુથી બનાવવામાં આવે છે, પરંતુ દક્ષિણ ભારતમાં મૂર્તિઓ શ્યામ રંગની હોય છે. એવામાં તમે વિચારી રહ્યા હશો કે, ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે પસંદ ન થયેલી બાકી 2 મૂર્તિઓનું શું થશે? તો અમે તમને જણાવી દઈએ કે અલંકૃત રામલલાના બીજા વિગ્રહની તસવીર પણ હવે સામે આવી ચૂકી છે. તેને પ્રથમ તળ પર લગાવી શકાય છે. આ મૂર્તિને સત્યનારાયણ પાંડેએ બનાવી છે. તે એ 3 મૂર્તિઓમાં સામેલ છે, જેમને ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી.

જો કો કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજની મૂર્તિ ગર્ભગૃહ માટે પસંદગી થયા બાદ હવે બાકી બે મૂર્તિઓને મંદિરમાં અન્ય સ્થળો પર જગ્યા આપવામાં આવશે. બીજી મૂર્તિની સામે આવેલી તસવીરમાં દેખાઈ રહ્યું છે કે તે શ્વેત વર્ણની છે. તેમાં ભગવાન રામના ચરણોમાં હનુમાનજી પણ વિરાજિત છે, તો ભગવાન વિષ્ણુના અવતારોને ચારેય તરફ બનાવવામાં આવ્યા છે. તેમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર, 1 મત્સ્ય, 2 કૂર્મ, 3 વિરાહ, 4 નરસિંહ, 5 વામન, 6 પરશુરામ, 7 રામ, 8 કૃષ્ણ, 9 બુદ્ધ અને 10માં કલ્કિ અવતારની આકૃતિઓ પણ બનાવી છે.

તો ત્રીજા વિગ્રહ બાબતે પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. તેને કર્ણાટકના ગણેશ ભટ્ટે બનાવી છે. જો કે, ત્રીજી મૂર્તિ પણ તૈયાર છે, પરંતુ અત્યારે તેની તસવીર સાર્વજનિક કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેને પણ રામ મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રતિમાની ઊંચાઈ 51 ઇંચ ખૂબ સમજી વિચારીને રાખવામાં આવી છે. મોટા ભાગે ભારતમાં 5 વર્ષના બાળકોની લંબાઈ 51 ઈંચની આસપાસ હોય છે. સાથે જ 51 શુભ અંક માનવામાં આવે છે.

આજ કારણ છે કે, ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિનો આકાર પણ 51 ઇંચ રાખવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિનું નિર્માણ શાલિગ્રામ પથ્થરને કોતરીને થયું હતું. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રૂપે નદીઓની તળેટીમાં મળતા શાલિગ્રામ એક આકારનો જીવાશ્મ પથ્થર છે. શ્યામ શિલાની ઉંમર હજારો વર્ષનો હોય છે. એ જળ રોધી હોય છે. આ જ કારણે ચંદન-રોલી લગાવ્યા બાદ પણ મૂર્તિની ચમક વર્ષો સુધી પ્રભાવિત થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp