રામમંદિર માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ ન મળતા કરી મોટી જાહેરાત, જાણો શું કરવાના છે
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન માટે UP સરકારના નેતૃત્વમાં ટેમ્પલ કમિટી ટ્રસ્ટ દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભલે 22 જાન્યુઆરીએ મંદિરમાં રામ લલ્લાના અભિષેકનો શુભ મુહૂર્ત 84 સેકન્ડનો હોય, પરંતુ આ પ્રસંગ એક સપ્તાહ સુધી ચાલવાનો છે. મંદિર ટ્રસ્ટે આ કાર્યક્રમ માટે ઘણી હસ્તીઓને આમંત્રણ મોકલ્યા છે, જેમાં તમામ રાજકીય પક્ષોના વડાઓ સામેલ છે. અનેક રાજકીય હસ્તીઓએ પણ આ ભવ્ય કાર્યક્રમ માટે આમંત્રણ ન મળવાનો આરોપ લગાવ્યો છે. તેમાં શરદ પવાર ઉપરાંત ઉદ્ધવ પણ સામેલ છે. હવે તેનું એક કારણ સામે આવ્યું છે. CM એકનાથ શિંદે સરકારમાં મંત્રી રહેલા ગિરીશ મહાજને ઉદ્ધવને આમંત્રણ ન મોકલવાનું કારણ જણાવ્યું છે.
મહારાષ્ટ્રની CM એકનાથ શિંદે સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને રામ મંદિરના ઉદ્ઘાટન માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ ન મોકલવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન માટે રાજકીય પક્ષોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેનો કોઈ રાજકીય પક્ષ નથી. તદુપરાંત, તેઓ પ્રથમ વખત MLC બન્યા છે.
મહાજને બુધવારે નાંદેડની તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 'ફક્ત રાષ્ટ્રીય રાજકીય પક્ષોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શિવસેના (UBT)ન તો રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે કે, ન તો રાજ્ય સ્તરનો પક્ષ. શિવસેના હાલમાં CM એકનાથ શિંદેની સાથે છે અને પ્રોટોકોલ મુજબ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ માટે લાયક અને કેન્દ્રની સૂચિનો ભાગ હોય તેવા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.'
બીજી તરફ, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ ન મળવાથી નારાજ છે. જો કે, તેમણે કહ્યું કે મંદિરના ઉદ્ઘાટન માટે તેમને આમંત્રણ ન મળે તો પણ ઉદ્ધવ અયોધ્યા જશે. રાઉતે કહ્યું કે 1992માં જ્યારે BJPએ દાવો કર્યો હતો કે, શિવસેનાએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી ત્યારે બાળાસાહેબ ઠાકરેએ જવાબદારી લીધી હતી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં શિવસેનાને ઘણી લેવાદેવા છે. શિવસેના માટે અયોધ્યા તેનું બીજું શહેર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાજન નાંદેડના પાલક મંત્રી પણ છે. તેમણે કહ્યું કે દેશભરમાં દિવાળીની જેમ ઉજવાતા આ ભવ્ય કાર્યક્રમ માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રિત કરવામાં આવે છે કે નહીં તે ભાગ્યે જ મહત્વનું છે? તેમણે એમ પણ કહ્યું કે ઉદ્ધવ વિધાનસભા સત્રમાં પણ હાજરી આપતા નથી. તેમણે બાબરી મસ્જિદના ધ્વંસ અને રામ મંદિરના નિર્માણમાં ઉદ્ધવના યોગદાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp